સુરત મહાનગરપાલિકા દ્વારા 17મા ફ્લાવર શોનો આજથી પ્રારંભ
ફ્લાવર શો
સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૯મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, ૧૭મો બાગાયત મેળો-ફ્લાવર શો અને ૯મા શિલ્પગ્રામ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી શરૂ થતા આ મેળામાં આ વખતે ફ્લાવર-શોમાં પાલિકાએ અલગ-અલગ થીમ રાખી છે, ખાસ કરીને સુરતના વિકાસને ધ્યાનમાં રાખીને આ થીમ બનાવવામાં આવી છે, જેમાં મહત્વનાં આકર્ષણોમાં કેબલ સ્ટ્રેઇડ બ્રિજ અને બીઆરટીએસના રૂટ છે.પાલિકા દ્વારા આજથી શરૂ થતા પુસ્તક મેળા અને બાગાયત મેળામાં આ વખતે ફ્લાવર શોમાં લોકોને એક અલગ મેસેજ મળે એવા હેતુથી વિવિધ થીમ રાખવામાં આવી છે. ખાસ કરીને કેબલ સ્ટ્રેઇડ બ્રિજ જે સુરત માટે એક નજરાણું છે. એની જાળવણી કઈ રીતે કરવી અને બીજી અગત્યની થીમ બીઆરટીએસ રૂટની બનાવવામાં આવી છે. સુરતમાં જે રીતે બીઆરટીએસ રૂટમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે એ જોતાં પાલિકાએ આ નવતર પ્રયોગ કર્યો છે, જેમાં ફ્લાવર શોમાં ફૂલો દ્વારા બીઆરટીએસનો આખો રૂટ બનાવવામાં આવ્યો છે. ફૂલની એક બસ પણ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 4 સિંહોએ ખાંભા ગામને બાનમાં લીધું, વન વિભાગમાં દોડધામ મચી
આ થીમ દ્વારા પાલિકા લોકોને બીઆરટીએસ રૂટ પર વાહનો ન ચલાવવાં, રોડ ક્રૉસ ન કરવો, રૂટ પર રમવું નહીં કે ચાલવું નહીં તેમ જ નાના છોકરાઓને બીઆરટીએસ રૂટથી દૂર રાખવાં એ વિશેની સમજ આપશે.