Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > GSEB HSC 12th Result 2023: સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી

GSEB HSC 12th Result 2023: સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી

Published : 31 May, 2023 09:59 AM | Modified : 31 May, 2023 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (Gujarat State Education Board)દ્વારા આજે ધોરણ 12 આર્ટસ એન્ડ કોમર્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (Gujarat State Education Board)દ્વારા આજે ધોરણ 12 આર્ટસ એન્ડ કોમર્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ - gseb.org પર જોઈ શકશે. ઉમેદવારો તેમના સીટ નંબર દાખલ કરીને તેમના પરિણામો ચકાસી શકે છે. 


રાજ્યમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાંથી આશરે  4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના પરિણામમાં 10 ટકા ઘટાડો થયો છે.વર્ષ 2022માં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91  આવ્યું હતું. જ્યારે  આ વર્ષે આ આંકડો 73.27 પર પહોંચ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. 



સૌથી ઉત્તમ પરિણામ સૌરાષ્ટ્રના વાંગધ્રામાં આવ્યં છે. વાંગધ્રામાં 95.85% પરિણામ આવ્યું છે. જયારે કે પાછલા વર્ષે અલારસાનું સૌથી ઊંચું 100 ટકા પરિણામ આવ્યું હ કચ્છ જિલ્લામાં સૌથી વધુ  84.59 પરિણામ જાહેર થયું છે. જ્યારે સૌથી નબળું પ્રદર્શન દાહોદ જિલ્લાનું રહ્યું છે. દાહોદમાં 54.67 ટકા પરિણામ આવ્યું છે. 


આ પણ વાંચો: Nirjala Ekadashi: વર્ષની સૌથી મોટી એકાદશી છે આજે, જાણો શું શું ન કરવું આજે

આજે જાહેર થયેલા પરિણામમાં સુરતની દીકરીએ બાજી મારી છે. નીતિશા પટેલ નામાની વિદ્યાર્થી સુરતમાં પ્રથમઆવી છે, જે 96.86 ટકા સાથે અવ્વલ રહી છે. 


વડોદરાનું પરિણામ 67.19 ટકા આવ્યુ છે. ગત વર્ષે વડોદરાનું પરિણામ 76.49 ટકા આવ્યુ હતુ, જોકે, આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઘટ્યું છે.નોંધનીય છે કે 100 ટકા પરિણામ મેળવનારી શાળાના અંકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે 100 ટકા રઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 હતી, જે ઘટીને આ વર્ષે  માત્ર  311 થઈ છે. 

 પરિણામ ઓનલાઈન અને WhatsApp બંને પદ્ધતિઓ સહિત તમારા પરિણામો તપાસવા અને ડાઉનલોડ કરવાનાં પગલાં અહીં આપ્યાં છે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK