૯૮.૨૫ ટકા સાથે પાસ થયેલી અને સ્કૂલમાં પહેલા નંબરે આવેલી તબસ્સુમ ખાન પઠાણના પિતા ઇલેક્ટ્રિશ્યન અને માતા આંગણવાડીમાં સક્રિય છે.
તબસ્સુમ ખાન પઠાણ
પાલિતાણાના કસાઈવાડામાં રહેતી તબસ્સુમ ખાન પઠાણની ૧૦ મહિનાની ખરેખરી મહેનત રંગ લાવી છે. તબસ્સુમ બારમાની સાયન્સ શાખામાં ૯૮.૨૫ ટકા માર્ક્સ સાથે પાસ થઈ છે. પર્સન્ટેજના આધારે પાલિતાણામાં પહેલા ક્રમે આવેલી તબસ્સુમ જિલ્લામાં પણ ફર્સ્ટ રૅન્ક હોલ્ડર હોવાનું કહેવાઈ રહ્યું છે. તબસ્સુમના પિતા ઇલેક્ટ્રિશ્યન છે અને મમ્મી આંગણવાડી સાથે સંકળાયેલી છે. કસાઈવાડામાં રહેવા છતાં ભણવામાં હોશિયાર આ દીકરીની મહેનતને આગળ વધારવામાં તેનાં મા-બાપ ઉપરાંત તેના શિક્ષક અને એક જૈન સંસ્થાનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.