વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 139 ઝોન બનાવવામાં આવ્યાં છે અને એમાં 1 હજાર 623 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે.
પ્રતીકાત્મક તસવીર
આજે એટલે કે 14 માર્ચથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB Exam 2023) દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. 16.49 લાખ વિદ્યાર્થીઓ 1 હજાર 623 કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સના 1 લાખ, 26 હજાર મળી 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ માટે આજથી કસોટીના દિવસો શરૂ થશે. તો ધોરણ 10ના આશરે સાડા નવ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 139 ઝોન બનાવવામાં આવ્યાં છે અને એમાં 1 હજાર 623 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. શિક્ષણ મંત્રીની આગેવાની હેઠળ કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠકનું આયોજન કરાયું હતું. દોઢ હજાર કેન્દ્રોમાંથી રાજ્યમાં 66 સેન્ટર સંવેદનશીલ હોવાથી ત્યાં પેરા મિલિટ્રી ફોર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અંબાણી બાદ હવે અદાણી બન્યા હીરાબજારના વેવાઈ
સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા પ્રશ્નપત્રોને પરીક્ષાની ગણતરીની કલાકો પહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચાડમાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં. આ ઉપરાતં સુપરવાઈઝર અને શાળાના સ્ટાફને મોબાઈક યુઝ કરવાની પરવાનગી નથી.