Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદના આંગણે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં સર્જાયો માનવતાનો અનેરો ઉત્સવ

અમદાવાદના આંગણે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં સર્જાયો માનવતાનો અનેરો ઉત્સવ

Published : 15 April, 2025 11:03 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વધુ ૫૧ રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી : અજાણ્યા પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા, કરુણા, વાત્સલ્યતા ૧૦૦ ટકા લાભ આપે છે

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


સુખ ભોગવવામાં સીમા નક્કી કરવી જોઈએ, પણ સુખ આપવામાં ક્યારેય સીમા નક્કી કરવી.


- નમ્રમુનિ



ભાડાની રિક્ષા ચલાવીને કપરી પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરી રહેલા રિક્ષાચાલકો પોતાની રિક્ષા ચલાવીને આત્મનિર્ભર અને સ્વાવલંબી જીવન જીવી શકે એવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના અને પ્રેરણાથી તેમના સાંનિધ્યમાં સૌરાષ્ટ્રનાં ક્ષેત્રોના રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કર્યા બાદ અમદાવાદના વધુ ૫૧ રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરવાનો અનેરો અવસર ઊજવાયો હતો.



મંગલ પ્રભાતે પરમ ગુરુદેવના આગમનની ક્ષણે અર્હમ્ યુવા સેવા ગ્રુપના યંગસ્ટર્સે ભાવભર્યા હૃદય સાથે પરમ ગુરુદેવના આગમનની ખુશીને ગુરુચરણોમાં અર્પણ કરી.

આ અવસરે પરમ ગુરુદેવે બોધવચન ફરમાવતાં કહ્યું હતું કે ‘દિલ તો એવું હોવું જોઈએ જે અજાણ્યાને પણ આવકારે. અજાણ્યા પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા, કરુણા, વાત્સલ્યતા ૧૦૦ ટકા લાભ આપે છે. સુખ ભોગવવામાં સીમા નક્કી કરવી જોઈએ, પણ સુખ આપવામાં ક્યારેય સીમા નક્કી ન કરવી.’

નવા-નવા પ્રકલ્પોથી અજાણ્યાને સહાયરૂપ થવું અને આપણો હાથ તેમનો સાથ આપી શકે, તેમની વેદનાને મુસ્કાનમાં ફેરવી શકીએ એ ભાવ હોવા જોઈએ. જે અનુકૂળ બને છે તેને અનુકૂળતા મળે છે.

અર્હમ્ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે અને સમસ્ત મહાજનના સહયોગે વધુ ૫૧ રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવતાં રિક્ષાચાલકોના ભાવોમાં અનેરી ખુશી છલકાતી હતી.

તેમણે પોતાની ભાવ  અભિવ્યક્ત કરતાં પરમ ગુરુદેવની કરુણાભાવનાને વંદન કરતાં કહ્યું હતું કે ‘મારો હાથ પકડવાવાળા આપ છો. મારી ભાવના હતી કે નવી રિક્ષામાં હું સર્વપ્રથમ ગુરુદેવનો ફોટો લગાડીશ અને આજે બધાના સહયોગથી આ ભાવના પરિપૂર્ણ થવાનો આનંદ અને સંતોષ છે.’

સુરત શહેરમાં પરમ ગુરુદેવની પ્રેરણાથી બીજી ઍનિમલ ઍમ્બ્યુલન્સ એવમ્ અમદાવાદમાં પ્રથમ ઍનિમલ ઍમ્બ્યુલન્સ સેવા શરૂ થવાની ઉદ્ઘોષણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રારંભ થયેલી પ્રથમ ઍનિમલ ઍમ્બ્યુલન્સ દ્વારા આજ સુધી ૧૪૦૦થી વધુ ઘાયલ અબોલ જીવોને શાતા આપવામાં આવી છે.

અમદાવાદમાં ઍનિમલ ડિસ્પેન્સરી શરૂ કરવાની પ્રેરણા આપતાં પરમ ગુરુદેવે કહ્યું હતું કે અબોલ જીવોને રાહત મળે એ ભાવ સાથે આ સત્કાર્યની શરૂઆત કરવી જોઈએ.

 માનવતાના સત્કાર્ય અને ગુરુભક્તિના ભાવો સાથે અનુમોદનાનો આ અનેરો અવસર સઆનંદ પૂર્ણ થયો.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2025 11:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK