વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી મંડળ અનેક કૈવલકૃપા સખી મંડળની ૧૫ બહેનોએ નારિયેળના રેસામાંથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી
સખી મંડળની બહેનોએ બનાવેલી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ
શ્રી ગણેશજીનો ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની ગ્રામીણ બહેનો ગણપતિજીની મૂર્તિઓ બનાવીને આત્મનિર્ભર બની છે. વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી મંડળ અને કૈવલકૃપા સખી મંડળની ૧૫ બહેનોએ નારિયેળના રેસામાંથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
સ્નેહા સખી મંડળનાં પ્રમુખ જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે ‘અમે નારિયેળના રેસામાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ. નારિયેળના રેસામાંથી ગણેશ ભગવાનની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ અને વિવિધ સુશોભનની બનાવટો બનાવીને સખી મંડળની બહેનોએ વાર્ષિક રૂપિયા ૧,૬૦,૦૦૦ જેટલી આવક રળી રહી છે. અમારા મંડળની બહેનો આવક મેળવીને ઘરમાં આર્થિક મદદરૂપ બની રહી છે.’

