પ્રોજેક્શન સ્ક્રીન ટેક્નોલોજીમાં વિશ્વભરમાં અગ્રણી ગેલાલાઇટ સ્ક્રીને બેજોડ સિનેમેટિક અનુભવ માટે 13 હાઇ-એન્ડ સ્ક્રીન ઓફર કરવા સુરતમાં નવા શરૂ થયેલા રાજહંસ સિનેમા સાથે સહયોગ કર્યો છે.
ગેલાલાઇટ સ્ક્રીને સુરતમાં રાજહંસ સિનેમામાં મૂવીના અનુભવને ઉત્કૃષ્ટ બનાવ્યો
પ્રોજેક્શન સ્ક્રીન ટેક્નોલોજીમાં વિશ્વભરમાં અગ્રણી ગેલાલાઇટ સ્ક્રીને બેજોડ સિનેમેટિક અનુભવ માટે 13 હાઇ-એન્ડ સ્ક્રીન ઓફર કરવા સુરતમાં નવા શરૂ થયેલા રાજહંસ સિનેમા સાથે સહયોગ કર્યો છે.
ગેલાલાઇટ સ્ક્રીન અને રાજહંસ સિનેમા વચ્ચે લાંબી ભાગીદારીમાં આ સહયોગ વધુ એક રસપ્રદ પ્રકરણનો ઉમેરો કરે છે. આ નવું થિયેટર સુરતમાં ખૂબજ આતુરતાથી રાહ જોવાતું એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન છે, જે વિશ્વ-સ્તરીય પ્રોજેક્શન સ્ક્રીન ટેક્નોલોજી પ્રદાન કરાશે. 13 સ્ક્રીનમાંથી 9 પ્રિઝમ 3ડી 3.4 છે, જે ઉત્કૃષ્ટ બ્રાઇટનેસ સાથે બેજોડ 3ડી અનુભવ આપે છે તેમજ 4 ડિજિટલાઇટ 2.2 છે, જે જબરદસ્ત અનુભવ માટે હાઇ-ડેફિનેશન ક્લેરિટી અને ટફનેસ પ્રદાન કરે છે.
ADVERTISEMENT
ગેલાલાઇટ સ્ક્રીન્સના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ યુસુફ ગેલાભાઇવાલાએ જણાવ્યું હતું કે, "અમે સુરતમાં ઉત્કૃષ્ટ સિનેમા પ્રોજેક્શન સ્ક્રીન ટેક્નીક લાવવા માટે રાજહંસ સિનેમા સાથે સહયોગ કરતાં ઉત્સાહિત છીએ. અમારી પિઝમ 3ડી અને ડિજિટલાઇ સ્ક્રીન સાથે સુરતમાં ફિલ્મ પ્રેમીઓને પિક્ચર-પરફેક્ટ ક્વોલિટી અને બેજોડ 3ડી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે ઉત્તમ સિનેમેટિક અનુભવ પ્રાપ્ત કરશે. આ સહયોગ ભારત અને વૈશ્વિક સિનેમા જગતમાં સર્વશ્રેષ્ઠ ટેક્નીક લાવવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે."
રાજહંસ સિનેમાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા દર્શકોને ગેલાલાઇટની વિશ્વ-સ્તરીય સ્કીન સાથે ઉત્તમ સિનેમેટિક અનુભવ પૂરો પાડતા ખુશી અનુભવીએ છીએ, જેથી દરેક મૂવી તેના ખરા અને વાઇબ્રન્ટ કલરમાં જોઇ શકાય. આ હાઇ-એન્ડ સ્ક્રિન વિશ્વભરના બેસ્ટ સિનેમા જેવો જ ઉત્તમ સિનેમેટિક અનુભવની ખાતરી આપે છે. ગેલાલાઇટ સાથેનો સહયોગ સુરતમાં ફિલ્મ પ્રેમીઓને બેસ્ટ એન્ટરટેઇનમેન્ટ ડિલિવર કરવાની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે."
ગેલાલાઇટ સ્ક્રીને પ્રતિષ્ઠિત આઇનોકસ, પીવીઆર અને વિશ્વભરના બીજા હાઇ-પ્રોફાઇલ સિનેમા ચેઇનને અદ્યતન પ્રોજેક્શન સ્ક્રીન ટેક્નોલોજી પૂરી પાડી છે. તાજેતરમાં તેમણે મુંબઇના આઇમેક્સ વડાલા થિયેટરમાં તેમની સ્ક્રીન ઇન્સ્ટોલ કરી છે. ગેલાલાઇટ સ્ક્રીન્સ વિશ્વ-સ્તરીય સ્ક્રીન સોલ્યુશન્સના વિતરણમાં અગ્રેસર છે જેને વિશ્વભરના થિયેટરોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ સૌથી વિકસિત પ્રોજેક્શન ટેકનોલોજી માનવામાં આવે છે, તેથી તે વિશ્વભરમાં સિનેમા ચેઇન અને મનોરંજન સ્થળ સંચાલકોની પ્રિય પસંદગી બની છે.
ગેલાલાઇ સ્ક્રીન વિશેઃ વર્ષ 1959થી સિનેમા સ્ક્રીન ટેક્નોલોજીમાં અગ્રેસર ગેલાલાઇટ સ્ક્રીન પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ અને વિશ્વભરમાં સિનેમા સ્ક્રીનના અગ્રણી નિર્માતા છે. ઇનોવેશનના બેજોડ વારસા તથા ગુણવત્તા પ્રત્યેની કટીબદ્ધતા સાથે ગેલાલાઇટ સ્ક્રીન સિનેમા એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર રહ્યું છે, જે વિશ્વભરના દર્શકોના સિનેમેટિક અનુભવમાં વધારો કરવા માટે અદ્યતન ઉકેલો પ્રદાન કરે છે.
Website: https://galalitescreens.com/
For further information, please contact:
Dhruv Pawar, Galalite Screens
720 816 7761
Email id: pr@galalitescreens.com