આજથી સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલ યોજાઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે કોરોના બાદ ટૂંકા ગાળામાં સાયન્સમાં રુચિ ધરાવનારા અને કુતૂહલવશ ૧૯.૯૮ લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે
અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલી રોબોટિક ગૅલરી
અમદાવાદ : આજે વિજ્ઞાન દિવસ છે અને અમદાવાદનું સાયન્સ સિટી દેશ અને દુનિયા માટે જ્ઞાન અને વિજ્ઞાન સાથે રોમાંચનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે ત્યારે સુરત સહિત ગુજરાતમાં ચાર સ્થળે રીજનલ સાયન્સ સેન્ટર બનશે, જે અમદાવાદ સાયન્સ સિટીની મિનિ આવૃત્તિ જેવું બનશે. આજથી સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલ યોજાઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે કોરોના બાદ ટૂંકા ગાળામાં સાયન્સમાં રુચિ ધરાવનારા અને કુતૂહલવશ ૧૯.૯૮ લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના ઍડ્વાઇઝર ઍન્ડ મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ શાહુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં આ વર્ષે વધુ ચાર રીજનલ સાયન્સ સેન્ટર શરૂ થશે, જેમાં પહેલા વડોદરા ત્યાર બાદ સુરત, જૂનાગઢ અને જામનગરમાં સાયન્સ સેન્ટર શરૂ થશે. આ સાયન્સ સેન્ટરો અમદાવાદની સાયન્સ સિટીની મિનિએચર વર્ઝન જેવાં હશે. થ્રીડી થિયેટર, એમ્ફી થિયેટર, ઍક્ટિવિટી ગૅલરી, થ્રીલિંગ રાઇડ સહિતનાં આકર્ષણો હશે.’
ADVERTISEMENT
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આજથી ૪ માર્ચ સુધી સાયન્સ કાર્નિવલનું આયોજન કરાયું છે. દરરોજ સવારે ૧૦ વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધી સાયન્સ મૅજિક શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્ક્શન, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો તેમ જ થ્રીડી રંગોલી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.