વિશ્વ હિંદૂ પરિષદના પૂર્ણ અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ફરી મેદાનમાં આવ્યા છે. એક સમયે રામ મંદિર માટે આક્રમક લડાઈ લડનારા પ્રવીણ તોગડીયાએ હવે કાશી અને મથુરામાં મંદિર બનાવવાની માગ કરી છે. તેમણે આ મુદ્દે બીજેપી પર પ્રહાર કર્યો છે.
પ્રવિણ તોગડીયા (ફાઈલ તસવીર)
વિશ્વ હિંદૂ પરિષદના પૂર્ણ અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ફરી મેદાનમાં આવ્યા છે. એક સમયે રામ મંદિર માટે આક્રમક લડાઈ લડનારા પ્રવીણ તોગડીયાએ હવે કાશી અને મથુરામાં મંદિર બનાવવાની માગ કરી છે. તેમણે આ મુદ્દે બીજેપી પર પ્રહાર કર્યો છે.
વિશ્વ હિંદૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ રાજકોટમાં પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. એક સમયે રામ મંદિર માટે આક્રમક રીતે લડનારા પ્રવિણ તોગડીયાએ હવે કાશી અને મથુરામાં મંદિર બનાવવાની માગ કરી છે આની સાથે જ પ્રવિણ તોગડીયાએ આ વખતે ઓછા મતદાન અને આતંકવાદના મુદ્દાઓ પર આક્રમક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
ADVERTISEMENT
આ પ્રેસ કૉન્ફ્રેન્સમાં તેમણે થોડાંક દિવસ પહેલા અમદાવાદમાંથી પકડી પાડવામાં આવેલા આતંકવાદીઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ ખૂબ જ સારી વાત છે કે આતંકવાદી પકડાઈ ગયો છે. તેમણે આ માટે ગુજરાત સરકાર અને પોલીસને વધામણી પણ આપી છે, પણ એ પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે આતંકવાદી અહીં સુધી પહોંચ્યા કઈ રીતે?
તેમણે કાશી અને મથુરામાં મંદિર બનાવવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે અમે કાશી અને મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવીશું. તેમણે ભારતીય જનતા પાર્ટી પર પણ પરોક્ષ રીતે પ્રહાર કરતા કહ્યું કે જેમના અજેન્ડામાં કાશી અને મથુરા નથી તે અમારા અજેન્ડામાં નથી. તેમણે રામ મંદિર વિશે નિવેદન આપતા કહ્યું કે આ ખૂબ જ સારી બાબત છે કે રામ મંદિર બની ગયું છે, પણ જ્યારે રામ મંદિર કોઈ ચૂંટણીનો મુદ્દો હતો જ નહીં એ તો આસ્થાનું વિષય જ રહ્યો.
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ઓછા મતદાનને લઈને તેમણે કહ્યું, ઓછું મતદાન લોકતંત્ર માટે સારી વાત નથી. પહેલા જ્યારે ચૂંટણી થતી તો ચૂંટણી દરમિયાન માહોલ ખૂબ જ સારો રહેતો હતો, પણ આ વખતે બધું ખૂબ જ ફિક્કું જોવા મળ્યું.
ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદથી છૂટા થયા બાદ નવા હિન્દુ સંગઠનની પ્રવૃત્તિઓના ભાગરૂપે વ્યાપક જનસંપર્ક કરતા પ્રવીણ તોગડિયાએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં અને ત્યાર પછી વારાણસીમાં સભા અને જનસંપર્કના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પ્રવિણ તોગડીયાએ ખેડૂતોની સમસ્યાઓ, દૂધ-ઉત્પાદકોની સમસ્યાઓ, ગુજરાતમાં નર્મદા નહેરના વ્યાપ સંબંધી સમસ્યાઓનો અભ્યાસ કરીને એની આંકડાવારી પણ તૈયાર કરી છે. રામજન્મભૂમિના મુદ્દે સરકારની ઢીલી નીતિ પ્રત્યે નારાજગી પણ તોગડિયા જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉક્ટર પ્રવિણ તોગડીયા 23થી 28 મે સુધી હિન્દુ રક્ષા નિધિ હેઠળ 6 દિવસના પ્રવાસ પર રાજસ્થાનમાં રહેશે. રાષ્ટ્રીય બજરંગ દળના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રીએ જણાવ્યું.