આરતી વખતે તેમની ચુંદડીએ આગ પકડી લેતાં તેઓ ૯૦ ટકા દાઝી જતાં તેમને અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે
ગિરિજા વ્યાસ
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉન્ગ્રેસનાં દિગ્ગજ નેતા ગિરિજા વ્યાસ સોમવારે ઉદયપુરમાં ગણગૌરની પૂજા વખતે દાઝી ગયાં હતાં. આરતી વખતે તેમની ચુંદડીએ આગ પકડી લેતાં તેઓ ૯૦ ટકા દાઝી જતાં તેમને અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં તેમને ICU (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

