ગુજરાતમાં શિળાયામાં માવઠું થયા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
અમદાવાદ ઃ ગુજરાતમાં શિળાયામાં માવઠું થયા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૪ અને ૫ માર્ચે હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ ઉપરાંત સાઉથ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.