તેનાં સ્વૅબ સૅમ્પલ્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ગુજરાતમાં મન્કીપૉક્સનો પહેલો શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે તાજેતરમાં કોઈ ટ્રાવેલ હિસ્ટરી ન ધરાવનાર એક યુવકમાં આ વાઇરલ બીમારીનાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે. તેનાં સ્વૅબ સૅમ્પલ્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે. જામનગર જિલ્લામાં નવા નગના ગામના ૨૯ વર્ષના આ યુવકને અત્યારે આ શહેરમાં જીજી હૉસ્પિટલમાં રચવામાં આવેલા સ્પેશ્યલ વૉર્ડમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. તેને ખૂબ જ તાવ આવે છે. તેનાં સૅમ્પલ્સને અમદાવાદની લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. આ સાથે જ ભારતમાં મન્કીપૉક્સના કેસીસની સંખ્યા વધીને દસ થઈ છે. આ પહેલાં દિલ્હી અને કેરાલામાં આ બીમારીના કેસીસ ડિટેક્ટ થયા હતા.