૪ જણની ધરપકડ કરવામાં આવી, આ દવાઓ ગંભીર રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવવાની હતી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના વિવિધ શહેરોમાં ગઈ કાલે દરોડા દરમિયાન ૧૭.૫ લાખ રૂપિયાની નકલી ઍન્ટિબાયોટિક દવા જપ્ત કરાઈ અને આ સંબંધમાં ૪ જણની ધરપકડ કરવામાં આવી હતી. આ દવાઓ ગંભીર રોગોમાં લેવામાં આવવાની હતી. ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીસીએ)એ એક રિલીઝમાં કહ્યું કે ‘ડૉક્ટરોને નકલી દવા પધરાવતા આ લોકોમાંથી કેટલાક બેનામી કંપનીના મેડિકલ રેપ્રિઝેન્ટેટિવ તરીકે કામ કરે છે. એફડીસીએના અધિકારીઓએ નડિયાદ, સુરત, અમદાવાદ અને રાજકોટમાં દરોડા પાડીને નકલી દવા જપ્ત કરી હતી.’
એફડીસીએ કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું હતું કે ‘અમદાવાદ સહિતનાં શહેરોમાંથી ઝડપી પાડેલી ૧૭.૫ લાખ રૂપિયાની નકલી દવાઓ ગંભીર રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવવાની હતી.’
ADVERTISEMENT
એફડીસીએની રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે ‘શુક્રવારે અમદાવાદ ફૂડ ઍન્ડ ડ્રગ્સ રેગ્યુલેટર કચેરીએ બાતમીના આધારે ખીમારામ કુંભારને અમદાવાદથી ઝડપી પાડી ૨.૬૧ લાખ રૂપિયાની પોસમોક્ષ સીવી ૬૨૫નાં ૯૯ બૉક્સ જપ્ત કર્યાં હતાં.’
જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેને નકલી દવાઓ કથિત રીતે અમદાવાદના રહેવાસી અરુણ અમેરા દ્વારા પહોંચાડવામાં આવી હતી, જેના પછી તપાસ અધિકારીઓને વિપુલ દેગડા નામના અન્ય આરોપી તરફ દોરી ગઈ. વિપુલ દેગડા પાસેથી ૪.૮૩ લાખ રૂપિયાની કુલ પાંચ જુદી-જુદી નકલી ઍન્ટિબાયોટિક દવાઓ જપ્ત કરવામાં આવી હતી. વિપુલ દેગડા અધિકારીઓને દર્શન વ્યાસ પાસે લઈ ગયો, જેની પૂછપરછ કરવામાં આવી હતી. એફડીસીએએ જણાવ્યું હતું કે દેગડાના મોબાઇલ ફોનની તપાસમાં બહાર આવ્યું છે કે તેણે રાજ્યનાં વિવિધ શહેરોમાં બિલ વિના જ ડૉક્ટરોને નકલી ઍન્ટિબાયોટિક દવાઓ સપ્લાય કરી હતી. બાદમાં અધિકારીઓએ અમદાવાદ અને અન્ય શહેરોમાં દરોડા પાડીને ૧૦.૫૦ લાખ રૂપિયાની નકલી ઍન્ટિબાયોટિક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ ૧૯૪૦ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધી ચાર જણની ધરપકડ કરી વધુ તપાસ માટે અમદાવાદની ઇસનપુર પોલીસને સોંપવામાં આવ્યા છે.