કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નારણપુરામાં સબ-ઝોનલ ઑફિસમાં મતદાન કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં જ્યાં મતદાન કરશે એ સ્કૂલની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સાડાસાત વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે, જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નારણપુરામાં સબ-ઝોનલ ઑફિસમાં મતદાન કરશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની શીલજ પ્રાથમિક શાળામાં અને ગુજરાત BJPના અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારીમાં મતદાન કરવા જશે. એ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ તથા મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મતદાન કરવા ગુજરાત આવશે. બીજી તરફ ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં, ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદમાં અને ભરતસિંહ સોલંકી બોરસદમાં મતદાન કરશે.