Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બનાસકાંઠાના દાંતામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

બનાસકાંઠાના દાંતામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

Published : 05 July, 2024 10:58 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો : ભારે વરસાદને કારણે દાંતા તાલુકો જળબંબોળ: સૂકીભઠ નદીઓ અને વોકળાઓમાં આવ્યાં પાણી

ચાર કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો

ચાર કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ગઈ કાલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાંતા પંથકમાં સવારના ૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.


દાંતા પંથકમાં ગઈ કાલે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં સાંબેલાધાર ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે દાંતા તાલુકો જળબંબોળ થયો હતો. દાંતા વચ્ચેથી પસાર થતા અંબાજીથી અમદાવાદ જતા સ્ટેટ હાઇવે પર, દાંતાની સરકારી હૉસ્પિટલમાં તેમ જ આસપાસનાં અનેક ગામો અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં. દાંતા પંથકની સૂકીભઠ નદીઓ અને વોકળાઓમાં પાણી આવ્યાં હતાં એટલુ જ નહીં, ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ધરોઈ ડૅમમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો.



૮૯ તાલુકામાં વરસાદ


ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યા સુધીમાં ૮૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત પર મેઘો મહેરબાન થયો હોય એમ વડગામમાં બે ઇંચથી વધુ, પાલનપુરમાં બે ઇંચ, સતલાસણા અને ખેડબ્રહ્મામાં એક ઇંચથી વધુ તેમ જ પોશીના, વડાલી, વિજયનગર, ખેરાલુ, વડનગર, પાટણ, ઇડર, સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાત ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ સાથે કુલ અઢી ઇંચથી વધુ, તાપી જિલ્લાના કુકરમુંડામાં બે ઇંચ, સુરતના ઉમરપાડામાં દોઢ ઇંચથી વધુ, છોટાઉદેપુરના નસવાડી, પંચમહાલના હાલોલ, ભરૂચના ઝઘડિયા અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 10:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK