Dakor Temple Fight: ભક્તોમાં દર્શન કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલચાલીનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
ડાકોર મંદિરની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- દ્વાર ખૂલવાના પહેલા જ મંદિરની અંદર બબાલ શરૂ થઈ ગઈ હતી
- બંને જૂથો વચ્ચે દર્શન કરવાના મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી
- મંદિરના ગર્ભગૃહની સામે ઘૂમટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
ખેડા જિલ્લાની અંદર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ડાકોર મંદિરમાંથી એક શરમજનક ઘટના (Dakor Temple Fight) સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે વહેલી સવારે અહીં મારામારીની ઘટના બની હતી.
શા માટે લડી પડ્યાં ભક્તો?
ADVERTISEMENT
એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આજે વહેલી સવારે મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે ભક્તો દર્શન માટે લડી (Dakor Temple Fight) પડ્યા હતા. વહેલી સવારે જ મંદિરમાં ભગવાન રણછોડરાયના દર્શન કરવા અનેક વૈષ્ણવ ભક્તો આવ્યા હતા. આ ભક્તોમાં દર્શન કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલચાલીનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
જ્યારે ભક્તોએ ભગવાનના દર્શન કરવા માટે ઘૂમટમાં જવાની માંગ કરી હતી ત્યારે આ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ આખી જ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો.
શું કહી રહ્યા છે પોલીસ સૂત્રો?
આ મામલે (Dakor Temple Fight) પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે દ્વાર ખૂલવાના પહેલા જ મંદિરની અંદર બબાલ શરૂ થઈ ગઈ હતી. આની અંદર થયું હતું એવું કે મંદિરમાં દર્શનાર્થે કેટલાક બહારથી પણ ભક્તો આવ્યા હતા તે ભક્તો સાથે ત્યાંના સ્થાનિક ભક્તો પણ રોષે ભરાયા હતા.
દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ, જેને કારણે મામલો મારામારી પર ઊતરી આવ્યો. હજી તો ભગવાનના બંધ દરવાજા ખૂલ્યા પણ નહોતા ત્યારે દર્શન કરવા માટે આતુર થયેલા ભક્તો કે જે ગર્ભગૃહની અંદર અને કેટલાક ભક્તો હાજર હતા તે બંને જૂથો વચ્ચે દર્શન કરવાના મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
સિક્યોરીટી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો
જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારબાદ મંદિરના મેનેજર તરફથી પણ એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેઓએ આ મામલે જણાવ્યું હતું કે આ જે સમગ્ર મામલો થયો હતો તે મંદિરના ઘૂમટની અંદર બન્યો હતો. ભક્તોના બે જુથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. જોકે, મંદિરમાં હાજર પોલીસ જવાનો અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા બંને જૂથોને છૂટા પાડવામાં આવ્યા હતા.
વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાનના દર્શન પહેલા જ મંગળા આરતી માટે સ્થાનિક અને બહારના ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરના ગર્ભગૃહની સામે મંદિરના ઘૂમટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી (Dakor Temple Fight) થયા બાદ મારામારી થતાં જ કેટલાક વૈષ્ણવો પોલીસ સ્ટેશનમાં ગયા પહોંચી ગયા હતા. થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાકોરની મુલાકાતે ગયા હતા અને તેઓએ ત્યાંનાં ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કર્યું હતું.