Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બિપરજૉય પોરબંદરથી હવે માત્ર પ૬૦ કિલોમીટર દૂર

બિપરજૉય પોરબંદરથી હવે માત્ર પ૬૦ કિલોમીટર દૂર

Published : 11 June, 2023 09:10 AM | IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સરેરાશ પ્રતિ કલાક ૭ કિલોમીટરની સ્પીડ પર આગળ વધતું સાઇક્લોન નુકસાન કરે એવી શક્યતા ઓછી, પણ ભારેથી અતિભારે વરસાદ આવશે એ નક્કી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


અરબી સમુદ્રમાં સર્જાયેલા લો ડિપ્રેશનને કારણે બિપરજૉય સાઇક્લોને ફાઇનલી પોરબંદર તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે સાંજે સાત વાગ્યે બિપરજૉય પોરબંદરથી પ૬૦ કિલોમીટર દૂર હતું, જેની ઝડપ પ્રતિ કલાક ૭ કિલોમીટરની હતી. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઇક્લોનનો માર્ગ વારંવાર બદલાયો હોવાથી હવે એની તાકાત ઓસરી છે. એમ છતાં, એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ આપશે. સાઇક્લોનિક અસર આજથી બુધવાર સુધી દેખાશે અને ધીમે-ધીમે એ તીવ્ર થતી જોવા મળશે.’


બિપરજૉયના કારણે ગુજરાતના દરિયાકાંઠા પર આવેલા ૧૩ જિલ્લામાં એની અસર વધારે જોવા મળવાની શક્યતા હોવાથી ગુજરાત સરકારે નૅશનલ ડિઝૅસ્ટર ટીમને એ જિલ્લાઓમાં તહેનાત રાખી છે. બિપરજૉયને કારણે ગઈ કાલે જ વાતાવરણમાં ફરક જોવા મળ્યો હતો અને પોરબંદરના દરિયામાં ૧૦થી ૧૫ ફુટ ઊંચાઈનાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. બિપરજૉયની દિશા વારંવાર બદલાતી હોવાથી એનું સાઇક્લોનિક પ્રેશર ઘટ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે. એમ છતાં, બુધવાર સુધીમાં ઉત્તરોત્તર ગુજરાતમાં પવનની ગતિ તેજ થવાની સંભાવના પણ ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે બુધવાર સુધીમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.



નામ કેવી રીતે પડ્યું?


‘બિપરજૉય’ નામ બંગલાદેશ દ્વારા સજેસ્ટ કરાયું હતું. બંગાળી ભાષામાં આ શબ્દનો અર્થ ‘હોનારત’ કે ‘આપદા’ થાય છે. સાઇક્લોન્સનું નામકરણ ગાઇડલાઇન્સને અનુસરીને દેશો દ્વારા વારાફરતી કરવામાં આવે છે.  


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2023 09:10 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK