Coronavirus: ગુજરાતના CM વિજય રૂપાણીનો કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ
વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રવિવારે કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વિજય રૂપાણીનો 15 ફેબ્રુઆરીએ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. સીએમ સાંજે રાજકોટના અનિલ વિદ્યા મંદિરમાં મતદાન કરવા પહોંચ્યા હતા. અમદાવાદથી એક ખાનગી વિમાનથી રાજકોટ એરપોર્ટ પહોંચશે, જ્યાં ત્રણ એમ્બ્યુલન્સના કાફલા સાથે તેમને મતદાન કેન્દ્ર લઈ જવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં સ્થિત યૂએમ મહેતા હોસ્પિટલમાં સારવાર મુખ્યમંત્રી રૂપાણીને વિશેષ સુવિધાઓથી તથા ડૉક્ટરોની એક ટીમ સાથે એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવશે તથા ખાનગી વિમાનથી તેઓ રાજકોટ પહોંચશે. તેમની પત્ની અંજલી રૂપાણી રવિવારે સવારે મતદાન કરવા જવાની હતી, પરંતુ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે હવે તેઓ સાંજે મતદાન કરશે તથા મુખ્યમંત્રી રૂપાણી પણ સાંજે મતદાન કરશે.
નોંધપાત્ર વાત એ છે કે દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાવા લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના વધતા દૈનિક આંકડાઓએ સરકારને ચિંતામાં મૂકી દીધા છે. આ રાજ્યોના લીધે છેલ્લા 22 દિવસોમાં શનિવારે પહેલી વાર લગભગ 14 હજાર નવા કેસ સામે આવ્યા અને 100થી વધારે લોકોના મોત નીપજ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કેરળમાં દરરોજ સૌથી વધારે કેસો આવી રહ્યા હતા, છેલ્લા અઠવાડિયે મહારાષ્ટ્રમાં પણ વધારે કેસ જોવા મળ્યા છે. આવી જ રીતે છત્તીસગઢ, પંજાબ અમે મધ્ય પ્રદેશમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 6 હજારથી વધારે અને કેરળમાં લગભગ 5 હજાર નવા કેસ મળ્યા છે. આ દરમિયાન છત્તીસગઢમાં 259, પંજાબમાં 383 અને મધ્ય પ્રદેશમાં 297 કેસ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશમાં 13 ફેબ્રુઆરીથી નવા કેસો વધી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણથી કોઈ મૃત્યુ થયું નથી.

