ડાંગ જિલ્લાનાં તમામ ૩૧૧ ગામોમાં હનુમાન મંદિરોના નિર્માણયજ્ઞના પાંચમા તબક્કામાં ૧૧ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ થશે
મિડ-ડે લોગો
ડાંગ જિલ્લાનાં તમામ ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિરના નિર્માણયજ્ઞનો પ્રારંભ થયો છે ત્યારે ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામથી આરંભાયેલા હનુમંત યજ્ઞના ભાગરૂપે આજે ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાના કુમારબંધ ગામે ૧૧ હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. શ્રીરામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નિમ્બાર્ક તીર્થ કિશનગઢ, અજમેરના નિમ્બાર્કાચાર્ય શ્યામ શરણ દેવાચાર્ય દ્વારા ૧૧ મંદિરોનું લોકાર્પણ થશે. હનુમાનજી મંદિર ભક્તિ, સેવા અને સ્મરણ સાથે ગામની એકતા, વ્યસનમુક્તિ અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે એવો મનોભાવ વ્યક્ત કરાયો છે.
ડાંગ જિલ્લાનાં તમામ ૩૧૧ ગામોમાં હનુમાન મંદિરોના નિર્માણયજ્ઞના પાંચમા તબક્કામાં ૧૧ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ થશે. આ અગાઉ ચાર કાર્યક્રમમાં ૩૫ મંદિરો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે. છઠ્ઠા તબક્કામાં બીજાં ૧૨ મંદિરોના લોકાર્પણની તૈયારી ચાલી રહી છે, જ્યારે સાતમા તબક્કાનાં મંદિરોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.