ગોરખપુરની જાહેર સભાના ભાષણમાં દલિત સમાજ માટે અપમાનજનક શબ્દનું પ્રયોજન કરવાનો આક્ષેપ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ
ગોરખપુરની જાહેર સભાના ભાષણમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દલિત સમાજ માટે અપમાનજનક શબ્દનું પ્રયોજન કર્યું હોવાથી લાગણી ઘવાતાં યોગી આદિત્યનાથ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા ગુજરાત કૉન્ગ્રેસનાં મહિલા પ્રવક્તા રત્ના વોરાએ અમદાવાદના ગોમતીપુર પોલીસ-સ્ટેશનમાં અરજી કરી છે.
ADVERTISEMENT
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિનાં પ્રવક્તા રત્ના વોરાએ દાવો કરતાં કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૨૦૨૪ની ૩૧ ઑક્ટોબરે ગોરખપુરની એક જાહેર સભામાં સંબોધન કરતાં ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ૧૯૮૨માં કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ માટેના ચોક્કસ શબ્દનો ઉપયોગ ન કરવા માટે એક ઍડ્વાઇઝરી જારી કરીને તમામ રાજ્યોને તાકીદ કરેલી છે. આ મુદ્દે અમદાવાદના ગોમતીપુર પોલીસ-સ્ટેશનમાં FIR નોંધાવવા માટે અરજી કરી છે જેમાં પોલીસે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યું છે.’