ગુજરાત કોંગ્રેસે આ શહેરમાં ઉતાર્યા પોતાના ધાકડ નેતાને, જાણો આખું લિસ્ટ
પરેશ ધાનાણી લડશે લોકસભા ચૂંટણી
નેતા વિપક્ષ પરેશ ધાનાણીને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. ધાનાણી અમરેલીથી નારાયણ કાછડિયાની સામે મેદાનમાં ઉતરશે. જ્યારે ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સી. જે. ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર બેઠક પર સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.તો જામનગર, જ્યાં કોંગ્રેસ હાર્દિક પટેલને ટિકિટ આપવા માંગતી હતી ત્યાં હવે મૂળૂ કંડોરિયાને ટિકિટ આપી છે.
આ પણ વાંચોઃ હાર્દિક નહીં લડી શકે લોકસભા, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર
ADVERTISEMENT
કોંગ્રેસે અત્યાર સુધીમાં 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સાત ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસની ઈલેક્શન કમિટીની મીટિંગ મળી હતી. જેમાં આ નામો પર આખરી મહોર મારવામાં આવી છે.