ગુજરાત પોલીસે પાકિસ્તાનની નેવીના ૨૦થી ૨૫ જવાનો સામે ગુજરાતના દરિયાકિનારા પાસે અરબી સમુદ્રમાં સાત ભારતીય માછીમારોનું અપહરણ અને હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ ફરિયાદ નોંધી છે.
ભારતીય માછીમારોના અપહરણ બદલ પાકિસ્તાન નેવીના જવાનો સામે ગુજરાતમાં નોંધાઈ ફરિયાદ
પોરબંદર: ગુજરાત પોલીસે પાકિસ્તાનની નેવીના ૨૦થી ૨૫ જવાનો સામે ગુજરાતના દરિયાકિનારા પાસે અરબી સમુદ્રમાં સાત ભારતીય માછીમારોનું અપહરણ અને હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ ફરિયાદ નોંધી છે. આ ઘટના છ ઑક્ટોબરે બની હતી જ્યારે હરસિદ્ધિ નામક બોટ પર સવાર થઈને ભારતીય જળસીમામાં ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સીની બોટમાં સવાર ૨૦થી ૨૫ યુનિફૉર્મધારી જવાનોએ ભારતીય બોટ પર હુમલો કર્યો હતો.