Charusat University signs MoU with NGO Stree Chetna: ચારુસેટ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી અને વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા અમદાવાદની પ્રખ્યાત એનજીઓ ‘સ્ત્રી ચેતના’ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર ર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો
ચારુસેટ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી (ICC) અને વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા 20 માર્ચ, ગુરુવારે અમદાવાદની પ્રખ્યાત એનજીઓ ‘સ્ત્રી ચેતના’ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ દ્વારા ચારુસેટ યુનિવર્સિટી અને ‘સ્ત્રી ચેતના’ સંસ્થાએ સાથે મળીને મહિલાઓના કલ્યાણ માટે કામ કરવાની પહેલ કરી છે. આ ભાગીદારી હેઠળ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વિવિધ અવેરનેસ સેશન, ટ્રેનિંગ વર્કશોપ અને કાઉન્સેલિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કરાર અંતર્ગત, યુનિવર્સિટીમાં જાતિ સંવેદના (Gender Sensitisation) અને જાતીય સતામણી નિવારણ (Prevention of Sexual Harassment) અંગે જાગૃતિ લાવવા માટે અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવશે.
પ્રજનન આરોગ્ય (Reproductive Health) અને પોષણ (Nutrition) સંબંધિત માર્ગદર્શન દ્વારા મહિલાઓમાં સ્વાસ્થ્ય અંગેની સમજ વધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. મહિલા સુરક્ષા (Women’s Safety) અને સ્ટ્રેસ મેનેજમેન્ટ (Stress Management) જેવા વિષયો પર વિશેષ ટ્રેનિંગ સત્રો યોજીને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના માનસિક આરોગ્ય અને સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવશે. ગર્લ્સ હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થિનીઓ માટે કાઉન્સેલિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવી, તેમને શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. યુનિવર્સિટીમાં સંસ્કૃતિ અને વારસાની જાળવણી માટે વિવિધ વિશેષ કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિપ્રત્યે જાગૃતિ લાવવા પર પણ ભાર મૂકવામાં આવશે.
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ, ICC ચેરપર્સન ડૉ. મૃણાલી પટેલ, WDC ચેરપર્સન ડૉ. ગાયત્રી દવે, ICC મેમ્બર સેક્રેટરી નિશા દવે, WDC મેમ્બર સેક્રેટરી ઉત્પલા મહેતા તેમજ ‘સ્ત્રી ચેતના’ના પ્રમુખ શૈલજા અંધારે, સ્ટેટ સેક્રેટરી નીપા શુક્લ, સ્ટેટ ટ્રેઝરર ચારુતા પીપલાપુરે અને સેક્રેટરી જ્યોતિ ગડકરે ઉપસ્થિત રહ્યા હતા.
એમઓયુનો હેતુ
આ કરાર અંતર્ગત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા નીચેના મુખ્ય મુદ્દાઓ પર કામ કરવામાં આવશે:
જાતિ સંવેદના (Gender Sensitisation) અને જાતીય સતામણી નિવારણ (Prevention of Sexual Harassment) માટે અવેરનેસ સેશન
પ્રજનન આરોગ્ય (Reproductive Health) અને ન્યુટ્રીશન (Nutrition) પર માર્ગદર્શન
મહિલાઓની સુરક્ષા (Women’s Safety) અને સ્ટ્રેસ મેનેજમેન્ટ (Stress Management) પર ટ્રેનિંગ
વિદ્યાર્થિનીઓ અને હોસ્ટેલ વૉર્ડન માટે કાઉન્સેલિંગ સેવાઓ
સંસ્કૃતિ અને વારસાની જાળવણી માટે વિશેષ કાર્યક્રમો
‘સ્ત્રી ચેતના’ સંસ્થા વિશે
‘સ્ત્રી ચેતના’ એક પ્રખ્યાત એનજીઓ છે, જે મહિલા સશક્તિકરણ, આરોગ્ય, મહિલા સલામતી અને આજીવિકા જેવા મુદ્દાઓ પર કાર્યરત છે. આ સંસ્થા ભારતીય સ્ત્રી શક્તિ સાથે જોડાયેલી છે અને મહિલાઓ માટે વિવિધ જાગૃતિ અભિયાન ચલાવે છે. ચારુસેટ અને ‘સ્ત્રી ચેતના’ની ભાગીદારીએ મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત પ્રયત્નો દ્વારા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વધુ સારું અને આરોગ્યદાયક માહોલ ઉભું કરાશે.

