Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચક્રમ/ચંદન મૅગેઝિનના તંત્રી, નવલકથાકાર ભોલાભાઈ ગોલીબારનું થયું અવસાન

ચક્રમ/ચંદન મૅગેઝિનના તંત્રી, નવલકથાકાર ભોલાભાઈ ગોલીબારનું થયું અવસાન

Published : 20 December, 2024 07:18 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમોહમ્મદભાઈ ગોલીબારને ગઈ કાલે સાંજે હૉસ્પિટલમાં સિવિયર અટૅક આવતાં ૭૬ વર્ષની વયે તેઓ જન્નતનશીન થયા હતા

ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમોહમ્મદભાઈ ગોલીબાર

ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમોહમ્મદભાઈ ગોલીબાર


ગુજરાતમાં હૉરર નવલકથા લખવાનો રેકૉર્ડ કરનાર અને ચક્રમ/ચંદન મૅગેઝિનના તંત્રી ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમોહમ્મદભાઈ ગોલીબારને ગઈ કાલે સાંજે હૉસ્પિટલમાં સિવિયર અટૅક આવતાં ૭૬ વર્ષની વયે તેઓ જન્નતનશીન થયા હતા. છેલ્લે સુધી લેખનકાર્ય ચાલુ રાખનાર ભોલાભાઈના અવસાનના સમાચારથી પરિવાર સહિત વિશાળ વાચકવર્ગમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.


ભોલાભાઈના પુત્ર મોહસિન ગોલીબારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે પિતાજી નમાજ પઢવા જતા હતા ત્યારે ઘરમાં જ બ્રેઇન-સ્ટ્રોક આવતાં તેઓ પડી ગયા હતા એટલે તેમને તરત જ સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા હતા. તેમની સારવાર ચાલતી હતી એ દરમ્યાન ગઈ કાલે સાંજે તેમને સિવિયર અટૅક આવ્યો હતો. ખુદાની મરજી નહોતી અને તેમની ઉંમર ખુદાએ એટલી જ લખી હશે.’



ભોલાભાઈ ગોલીબારના પરિવારમાં તેમનાં પત્ની નજમાબહેન, ત્રણ દીકરા, એક દીકરી અને પૌત્ર-પૌત્રીઓ છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2024 07:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK