Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં BSF જવાનની ક્રૂરતાપૂર્વક હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં BSF જવાનની ક્રૂરતાપૂર્વક હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Published : 27 December, 2022 11:18 AM | IST | Nadiad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નડિયાદ તાલુકાના વાણીપુરા ગામના એક શખ્સે થોડા દિવસો પહેલા બીએસએફ જવાન મેલજીભાઈ વાઘેલાની પુત્રીનો વીડિયો વાયરલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત (Gujarat)ના નડિયાદ (Nadiad)ના વાણીપુરમાં એક યુવકે BSF જવાનની દીકરીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. આ પછી જ્યારે BSF જવાન યુવકને મળવા તેના ઘરે પહોંચ્યો તો 7 લોકોએ મળીને તેના પર લાકડીઓ અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો, જેના કારણે બીએસએફ જવાનનું ઘટનાસ્થળે જ મોત (Crime News) નીપજ્યું હતું. મૃતક જવાન બીએસએફ 56 મહેસાણામાં તહેનાત હતો.


મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકાના વાણીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનીલ જાદવે થોડા દિવસો પહેલા બીએસએફ જવાન મેલજીભાઈ વાઘેલાની પુત્રીનો વીડિયો વાયરલ કર્યો હતો. આ બાબતને લઈને બીએસએફ જવાન મેલજીભાઈ, તેમનો પુત્ર અને અન્ય સંબંધીઓ પરિવારને મળવા શૈલેષના ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન શૈલેષ ઘરે ન હતો. આરોપીના પરિવારજનોએ જવાનને કહ્યું કે તમે પુત્રને બદનામ કરી રહ્યા છો.



આ દરમિયાન આરોપી યુવકના સંબંધીઓ બીએસએફ જવાન સાથે દલીલ કરવા લાગ્યા. આરોપી શૈલેષ ઉર્ફે સુનિલના પિતા દિનેશભાઈ જાદવ અને અન્ય સંબંધીઓએ લાકડીઓ અને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ જવાનને બેરહેમીથી માર માર્યો હતો. આ દરમિયાન બીએસએફ જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.


જવાનના પુત્રની હાલત ગંભીર

માહિતી મળ્યા બાદ બીએસએફ જવાન અને તેના પુત્ર નવદીપને નડિયાદની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં જવાનને મૃત જાહેર કર્યો હતો. તે જ સમયે, જવાનના પુત્ર નવદીપને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલું ગુજરાત હજીવધુ ઠૂંઠવાશે નલિયા ૫.૮ડિગ્રીમાં ઠંડુંગાર બન્યું

આ મામલે જવાનની પત્ની મંજુલાબેને આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કલમ 302, 307, 323, 504, 143, 147, 149 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારને સોંપી હતી. બીએસએફ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને બીએસએફના અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. બીએસએફ જવાન તેમના પરિવારમાં પત્ની, 3 પુત્ર અને એક પુત્રી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 11:18 AM IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK