શક્તિપીઠ અંબાજીમાં સરકારે પ્રસાદમાં મોહનથાળને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો
આસ્થા અડગ
અંબાજી ધામ
ગુજરાતમાં તાજેતરમાં મોહનથાળ પ્રસાદને લઈ મુદ્દો ચર્ચામાં છે. શક્તિપીઠ અંબાજીમાં સરકારે પ્રસાદમાં મોહનથાળને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આદેશથી અનેક વિસ્તારમાં લોકોએ આંદોલન કરી મોહનથાળને ફરી પ્રસાદ રૂપે ચાલુ રાખવાની માંગ કરી હતી. ત્યારે સરકારે હવે પોતાનો નિર્ણય બદલીને જગતજનની મા અંબાના ધામમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદમાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
સરકારના આદેશથી 4થી માર્ચથી બંધ થયેલા મોહનથાળના પ્રસાદથી શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ પહોંચી હતી. તેમણે આંદોલન કરી પ્રસાદમાં ફરી મોહનથાળને શરૂ કરવામાં માંગ કરી હતી. ત્યારે સરકારને તેમનો નિર્ણય બદલી માં જદગંબાના મંદિરમાં મોહનથાળને પ્રસાદમાં યથાવતા રાખવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મોહનથાળ વિષય વચ્ચે વીએચપી જૈનોના ધામ મહુડીની સુખડીનો મુદ્દો ઘસેડ્યો, જાણો કોણે શું કહ્યું
છેલ્લા 11 દિવસથી અંબાજી ધામમાં ભક્તોને પ્રસાદમાં શુદ્ધ ઘીના મોહનથાળને બદલે ચીકી આપવામાં આવી રહી હતી. જોકો ભક્તોએ આ મુદ્દે આંદોલન શરૂ કર્યુ હતું. આ આંદોલને વિશ્વ હિંદુ પરિષદે પણ સમર્થન આપ્યું હતું અને સરકા સામે આવી ઉભુ રહી ગયું હતું. માટે જ સરકારે મોહનથાળને ફરી પ્રસાદ રૂપે લાવવા મુદ્દે ચર્ચા હાથ ધરી હતી.
મોહનથાળ પ્રસાદનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો હતો. આ મુદ્દે ગૃહમંત્રી અને વિશ્વ હિંદુ પરિષદ વચ્ચે એક કાર્યક્રમમાં મુલાકાત દરમિયાન નિવેદનબાજી પણ થઈ હતી. જોકે હવે સરકારે ભક્તોને પ્રિય મોહનથાળ અને તેમને પ્રિય અને વધુ વેચાતી ચીકી એમ બંનેને પ્રસાદરૂપે ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.