રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંગીતા બારોટને પ્રમુખપદ સોંપાયું હતું. પ્રમુખપદે બેઠા બાદ સંગીતા બારોટનો દારૂની બૉટલ સાથેનો વિડિયો વાઇરલ થયો હતો.
સંગીતા બારોટને દારૂની બૉટલ સાથેની વિડિયો-ક્લિપ વાઇરલ થતાં રાજીનામું આપવું પડ્યું છે
ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાયા બાદ સૌરાષ્ટ્રમાં આવેલી ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ તરીકે વરણી થયા બાદ માત્ર ૧૩ દિવસમાં જ સંગીતા બારોટે રાજીનામું આપી દેતાં એ ચર્ચાનો વિષય બન્યો હતો. કહેવાઈ રહ્યું છે કે દારૂની બૉટલ સાથેની વિડિયો-ક્લિપ વાઇરલ થતાં રાજીનામું આપવું પડ્યું છે. જોકે તેઓએ સામાજિક કારણસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંગીતા બારોટને પ્રમુખપદ સોંપાયું હતું. પ્રમુખપદે બેઠા બાદ સંગીતા બારોટનો દારૂની બૉટલ સાથેનો વિડિયો વાઇરલ થયો હતો. દરમ્યાન સંગીતા બારોટે તેમના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજીનામા પાછળનાં કારણોની ચર્ચા ઊઠી હતી. જોકે સંગીતા બારોટે મીડિયાને કહ્યું હતું કે ‘હું પક્ષ સાથે જોડાયેલી છું, પણ સામાજિક કારણોસર રાજીનામું આપ્યું છે. મારી શક્તિ કરતાં વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું છે.’

