વલસાડ જિલ્લાના રોજ અપડાઉન કરતા લોકો માટે વલસાડથી દહાણુ વચ્ચે સવારે તેમ જ સાંજે નવી ટ્રેન શરૂ કરવા માટે વિનંતી કરી હતી.
વંદે ભારત ટ્રેન
મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસને વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટૉપેજ આપવા માટે વલસાડ લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ધવલ પટેલે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને મળીને રજૂઆત કરી હતી. તેમણે વલસાડ જિલ્લાના રોજ અપડાઉન કરતા લોકો માટે વલસાડથી દહાણુ વચ્ચે સવારે તેમ જ સાંજે નવી ટ્રેન શરૂ કરવા માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત વલસાડથી માતા વૈષ્ણોદેવી કટરા માટે તેમ જ વલસાડની આસપાસનાં અન્ય સ્ટેશનો પર માળખાકીય સુવિધા માટે વાત કરીને આવેદનપત્ર આપ્યું હતું.