Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પ્રોટેસ્ટમાં પણ અવનવું...

પ્રોટેસ્ટમાં પણ અવનવું...

Published : 10 December, 2023 09:11 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય ધીરજ સાહુને ત્યાંથી કરોડો રૂપિયાની કૅશ જપ્ત થતાં એની સામે બીજેપીએ અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવ યોજ્યા હતા.

બીજેપીએ અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવ યોજ્યા

બીજેપીએ અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવ યોજ્યા


કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય ધીરજ સાહુને ત્યાંથી કરોડો રૂપિયાની કૅશ જપ્ત થતાં એની સામે બીજેપીએ અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવ યોજ્યા હતા. અમદાવાદ શહેર બીજેપી દ્વારા ટાઉન હૉલની બહાર સંસદસભ્યો ડૉ. કિરીટ સોલંકી અને એચ. એસ. પટેલ, અમિત શાહ, અમિત ઠાકર સહિતના વિધાનસભ્યો, શહેરનાં મેયર પ્રતિભા જૈન, કૉર્પોરેટર, પદાધિકારીઓ તેમ જ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ‘કૉન્ગ્રેસ કા બસ એક હી કામ, ભ્રષ્ટાચાર મેં અવ્વલ નામ’ અને ‘મોહબ્બત કી દુકાન કા અસલી કામ લૂંટફૂટ ઔર જૂઠ કા બેચતે સામાન’ જેવાં લખાણ સાથેનાં બૅનર લઈને દેખાવ કરીને નારા લગાવ્યા હતા. અમદાવાદમાં બીજેપીના એક કાર્યકર રાહુલ ગાંધીનું મહોરું પહેરીને ઊભા રહ્યા હતા, જેમના હાથમાં રહેલા પ્લૅકાર્ડમાં લખ્યું હતું, ‘રાહુલ ગાંધી ભ્રષ્ટાચારીઓના બૉસ છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 09:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK