ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ હોવાના કારણે બીજેપીના ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે.
રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારોની યાદી
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચુંટણી સમિતિએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં યોજાનારી રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારોની યાદી ગઇકાલે જાહેર કરી હતી.જેમાં ગુજરાતની ચાર બેઠકોમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને ગુજરાતના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોવાથી જે.પી.નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે.ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ હોવાના કારણે બીજેપીના ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે.
તા.૨૭-૦૨-૨૦૨૪ના રોજ રાજ્યસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે આ ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચુંટણી સમિતિએ જે.પી.નડ્ડા ઉપરંત સુરતના હીરાઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા, મહેસાણાના મયંક નાયક અને ગોધરાના ડૉ.જશવંતસિંહ પરમારની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે.રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાતમાં વધુ એક વખત બીજેપીએ સૌને ચર્ચા કરતા કરી દીધા છે.સામાન્ય રીતે જે નામો ઉમેદવાર તરીકે ચર્ચામાં હોય તેના કરતા અન્ય નામો જ ઉમેદવાર તરીકે જાહેર થતા હોય છે તે વધુ એક વખત જોવા મળ્યું છે.બીજેપીએ ચાર ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી ત્રણ ઉમેદવારો તો બીજેપીના છે પરંતુ ચોથા ઉમેદવાર તરીકે સુરતના હીરાઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાની પસંદગી કરી છે.આ પસંદગીએ સૌને આશ્ચર્ય કરી દીધા છે.ગુજરાત વિધાનસભામાં બી.જે.પી.ના વિધાનસભ્યોની સંખ્યા ૧૫૬ની હોવાથી આ ચારેય ઉમેદવારોની જીતને રાજ્યસભાના સાંસદ તરીકે કામગીરી સંભાળે તેવી ઉજળી શક્યતાઓ છે.