ભાજપે પહેલા તબક્કા માટે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે.
હાર્દિક પટેલ અને રિવાબા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઈ રાજ્યમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ (Bhajap)અને આમ આદમી પાર્ટી(Aam Aadami Party) મતદારોનો રિઝવવામાં લાગી ગયા છે. આદમી આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર માટે ઈશુદાન ગઢવી (Ishudan gadhvi)ની પસંદગી કરી છે. ત્યારે ભાજપે પણ વિવિધ વિસ્તારમાં પોતાના ઉમેદવારોની (BJP announces the list of its candidates) જાહેરાત કરી છે.
ભાજપે પહેલા તબક્કા માટે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેના બાદ બીજા તબક્કામાં નામ પણ જાહેર થયા છે. ભૂપેન્દ્ર યાદવ, સીઆર પાટિલ, મનસુખ માંડવિયા, તરુણ ચુગ અને અનિલ બલુનીન દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવાામાં આવી છે.
ADVERTISEMENT
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જામનગર ઉત્તરમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા (Riwaba Jadeja)ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કે ગાંઘીધામથી માલતી બેનને ટિકિટ અપાઈ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.