Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ‘બિપરજૉય’નું રૌદ્ર રૂપ: ગુજરાતના બીચ સહેલાણીઓ માટે કરાયા બંધ

‘બિપરજૉય’નું રૌદ્ર રૂપ: ગુજરાતના બીચ સહેલાણીઓ માટે કરાયા બંધ

Published : 12 June, 2023 12:39 PM | Modified : 12 June, 2023 01:40 PM | IST | Ahemdabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`બિપરજોય` વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત `બિપરજોય` હવે અતિપ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. `બિપરજોય` વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે.


હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર નોંધાયું છે. તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 13થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ અને 150 કિમી (કિમી પ્રતિ કલાક) સુધી પવન ફૂંકાયો હતો. જેણે કારણે આ વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે.



હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, અને જખૌ પોર્ટ પર નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે માંડવી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાનની સ્થિતિ સર્જાઇ હતી. જેથી દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર ફેંકાયા હતા.


કચ્છમાં SDRF અને NDRFની બે-બે ટીમ ફાળવવામાં આવી છે. SDRFની એક અને NDRFની એક ટીમ નલિયા ખાતે તૈનાત કરવામાં આવી છે. જ્યારે NDRFની એક ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે. કચ્છ જિલ્લામમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને દરિયાકાંઠાના જિલ્લાઓની કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટેની તૈયારીની સમીક્ષા કરી હતી.

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. `બિપરજોય` વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદી ઝાપટાં પણ પડ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો છે. જ્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ દરિયાકાંઠાનાં ગામોને અલર્ટ કર્યાં છે. સાથે જ સહેલાણીઓને પણ બીજ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.


ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પણ વાવાઝોડાંનો ફટકો બેઠેલો જોવા મળ્યો છે. 7 જૂનના રોજ વાવાઝોડું બિપરજોય દ્વારકાથી આશરે 1200 કિલોમીટર દૂર હતું. જે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. ત્યારે આજે હાલ આ વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર જ્યારે પોરબંદરથી માત્ર 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે.

આ પણ વાંચો: Cyclone Biporjoy: મુંબઈ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, અનેક ફ્લાઈટ્સ રદ્દ

જામનગરમાં ડિસ્ટ્રિક્ટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે વલસાડના તિથલને બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. દમણના દરિયાકિનારે પણ 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.

મહત્વની વાત એ છે કે, ચક્રવાતી તોફાન બિપરજોયની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બેઠક કરશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ ગયેલા  `બિપરજોય`ની અસર મુંબઇમાં પણ દેખાવા લાગી છે. ખરાબ હવામાનને કારણે ગઈકાલે સાંજે મુંબઈમાં અનેક ફ્લાઈટ્સને અસર થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2023 01:40 PM IST | Ahemdabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK