સુરતના મોટા ડાયમંડ ઉદ્યોગપતિ અને સામાજીક કાર્યકર મહેશ સવાણી આપમાં જોડાયા છે. મનીષ સિસોદિયા દ્વારા તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત આમ આદમી કાર્યાલય
આમ આદમી પાર્ટી (આપ) ની નજર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર છે. અહીં આપ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટીને મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં રવિવારે એટલે કે આજે સુરતના હીરાના વેપારી અને સામાજિક કાર્યકર મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હાજરીમાં તેઓ આપમાં જોડાયા હતા.
મનિષ સિસોદીયાએ મહેશ સવાણીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હવે ગુજરાતનું રાજકારણ નવું વળાંક લઈ રહ્યું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, "સફળ ઉદ્યોગપતિ અને ગુજરાતના જાણીતા સમાજસેવક મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. મહેશ ભાઈને આપ પરિવારમાં આવકાર. ગુજરાત રાજકારણ હવે નવું વળાંક લઈ રહ્યું છે."
ADVERTISEMENT
गुजरात के सफल उद्योगपति और प्रसिद्ध समाजसेवी महेश सवानी आज आम आदमी पार्टी में शामिल हुए.
— Manish Sisodia (@msisodia) June 27, 2021
महेश भाई का AAP परिवार में स्वागत है। गुजरात की राजनीति अब एक नया मोड़ ले रही है। #હવે_બદલાશે_ગુજરાત pic.twitter.com/9g9XCZpGxC
જણાવીએ કે મહેશ સવાણી સુરત અને ગુજરાતના એક મોટી હીરા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. તે પોતાના કર્મચારીઓને ભેટ તરીકે કાર-હાઉસ આપવાને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તે ગુજરાતના ભાવનગરના એક ગામના છે. તેના પિતા આશરે 40 વર્ષ પહેલાં શહેર આવ્યા હતા અને હીરા પોલિશરનું કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે મહેશ સવાણી મોટા ડાયમંડ વેપારી છે અને ગુજરાતના ઉદ્યોગપતિઓમાં તેમનુ નામ છે.

