Bharuch Ankleshwar Blast: ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક કચરો ટ્રીટમેન્ટ કંપની ડીટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં કામદારો સ્ટોરેજ ટાંકી પર કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
બ્લાસ્ટ બાદ બાકીના કામદારોને સુરક્ષાને પગલે બહાર કાઢવામાં આવ્યા હતા (તસવીર: એજન્સી)
ગુજરાતના ભરૂચ (Bharuch Ankleshwar Blast) જિલ્લાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંની એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. બ્લાસ્ટની માહિતી મળતા જ પ્રશાસન દોડતું થઈ ગયું હતું અને આ મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે.
ભરૂચના અંકલેશ્વર (Bharuch Ankleshwar Blast) ખાતે આવેલી એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્યાં કામ કરતા ચાર કર્મચારીઓના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ કેમિકલ પ્રક્રિયા દરમિયાન થયો હતો. આ દરમિયાન ત્યાં કામ કરતા ચાર મજૂરોને તેની અસર થઈ હતી, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે ME પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટવાને કારણે બ્લાસ્ટ થયો હતો. માહિતી મળતાં જ ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે ભરૂચ જિલ્લાના (Bharuch Ankleshwar Blast) અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીની સ્ટોરેજ ટાંકીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર કામદારોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક કચરો ટ્રીટમેન્ટ કંપની ડીટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં કામદારો સ્ટોરેજ ટાંકી પર કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. ચાવડાએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બ્લાસ્ટ પાછળનું કારણ જાણવા અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
#WATCH | Gujarat | Four people died in a blast at a factory in Ankleshwar, Bharuch today, confirms Ankleshwar SDM BA Jadeja. pic.twitter.com/sdfv7yTtwN
— ANI (@ANI) December 3, 2024
ગુજરાતના પાટણમાં પણ અગ્નિ તાંડવ જોવા મળ્યો હતો
ગુજરાતના પાટણ (Bharuch Ankleshwar Blast) જિલ્લામાં એક આગની ઘટનામાં બે લોકોનું કરૂણ મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગયા બુધવારે રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોમાં ચાર વર્ષને એક બાળક સાથે 65 વર્ષની વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. રાત્રે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે આ આગની ઘટના બની હતી.
આ ઘટના બાબતે મળેલી માહિતી મળતી માહિતી મુજબ સિદ્ધપુરના (Bharuch Ankleshwar Blast) એક ઘરમાં અચાનક લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઘરના સભ્યો બહાર આવી શક્યા ન હતા. આગ લાગ્યા બાદ વિસ્તારમાં ભારે હોબાળો ફેલાઈ ગયો હતો. આગી આ આખા ઘરને લપેટમાં લીધું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની બે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.