Anant Ambani – Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં યોજાનારા પ્રિ-વેડિંગ ફંક્શનમાં માર્ક ઝુકરબર્ગ અને બિલ ગેટ્સ પણ આપશે હાજરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નની તૈયારીઓ અંબાણી પરિવારમાં શરુ થઈ ગઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani – Radhika Merchant Wedding)ના પ્રિ-વેડિંગ ફંક્શન ગુજરાત (Gujarat)માં જામનગર (Jamnagar) ખાતે ૧ માર્ચથી ૩ માર્ચ દરમિયાન યોજાશે. પ્રિ-વેડિંગ ફંક્શન્સ પરંપરાગત છતાં ભવ્ય રીતે થવાની અપેક્ષા છે. જેમાં અનેક ઇન્ટરનેશનલ સેલિબ્રિટિઝ હાજર રહેવાની શક્યતા છે. બાદમાં આ કપલ ૧૨ જુલાઈએ મુંબઈ (Mumbai)માં લગ્ન કરશે.
માર્ચ મહિનાની શરૂઆતમાં જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. મીડિયા અહેવાલો પ્રમાણે, આ યાદીમાં મેટા (Meta)ના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg), મોર્ગન સ્ટેનલી (Morgan Stanley)ના સીઈઓ ટેડ પિક (Ted Pick), માઈક્રોસોફ્ટ (Microsoft)ના સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates), ડિઝની (Disney)ના સીઈઓ બોબ ઈગર (Bob Iger), બ્લેકરોક (BlackRock)ના સીઈઓ લેરી ફિંક (Larry Fink), એડનોક (Adnoc)ના સીઈઓ સુલતાન અહેમદ અલ જાબેર (Ahmed Al Jaber) અને ઇએલ રોથચાઈલ્ડ (EL Rothschild)ના ચેર લીન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ (Lynn Forester de Rothschild)નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
તે સિવાય, બેન્ક ઓફ અમેરિકા (Bank of America)ના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન (Thomas Moynihan), બ્લેકસ્ટોન (Blackstone)ના ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન (Stephen Schwarzman), ઇવાન્કા ટ્રમ્પ (Ivanka Trump), કતાર (Qatar)ના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની (Mohammed bin Abdulrahman bin Jassim Al Thani), ટેક ઇન્વેસ્ટર યુરી મિલ્નર (Yuri Milner,) અને એડોબ (Adobe)ના સીઇઓ શાંતનુ નારાયણ (Shantanu Narayen), લુપા સિસ્ટમ્સ (Lupa Systems)ના સીઇઓ જેમ્સ મર્ડોક (James Murdoch), હિલહાઉસ કેપિટલ (Hillhouse Capital)ના સ્થાપક ઝાંગ લી (Zhang Lei), બીપી (BP) ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ (Murray Auchincloss), એક્સોર (Exor)ના સીઈઓ જ્હોન એલ્કન (John Elkann), ભૂતપૂર્વ સિસ્કો (Cisco) ચેરમેન જ્હોન ચેમ્બર્સ (John Chambers), બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ (Brookfield Asset Management)ના સીઈઓ બ્રુસ ફ્લેટ (Bruce Flatt), મેક્સીકન બિઝનેસ મેગ્નેટ કાર્લોસ સ્લિમ (Carlos Slim), બ્રિજવોટર એસોસિએટ્સ (Bridgewater Associates)ના સ્થાપક રે ડાલિયો (Ray Dalio) અને અજીત જૈન (Ajit Jain), ઇન્શ્યોરન્સ ઓપરેશન્સના વાઇસ ચેરમેન બર્કશાયર હાથા (Berkshire Hathaway) જામનગરમાં યોજાનાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં હાજરી આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આંતરાષ્ટ્રિય મહેમાનો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન દરમિયાન ભારતીય સંસ્કૃતિની સુંદરતાનો અનુભવ કરશે. એટલું જ નહીં, આ મહેમાનોને ગુજરાત (Gujarat)ના કચ્છ (Kutch) અને લાલપુર (Lalpur)ની મહિલા કારીગરો દ્વારા બનાવેલા પરંપરાગત સ્કાર્ફ ભેટમાં આપવામાં આવશે.
નોંધનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે જાન્યુઆરી ૨૦૨૩માં મુંબઈમાં પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા (Antilia)માં પરંપરાગત વિધિમાં સગાઈ કરી હતી. હવે એકથી ત્રણ માર્ચ દરમિયાન પ્રિ-વેડિંગ ફંક્શન યોજાશે અને પછી કપલ ૧૨ જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે.

