ગુજરાત (Gujarat) કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)ના એમડી આરએસ સોઢીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જીસીએમએમએફના સીઓઓ જયેન મેહતા, આરએસ સોઢીની જગ્યા લેશે.
અમૂલ (ફાઈલ તસવીર)
ગુજરાત (Gujarat) કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)ના એમડી આરએસ સોઢીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જીસીએમએમએફના સીઓઓ જયેન મેહતા, આરએસ સોઢીની જગ્યા લેશે. જણાવવાનું કે જીસીએમએમએફને સામાન્ય રીતે લોકો આ બ્રાન્ડના અમૂલના નામે ઓળખે છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે જયેન મહેતાને હાલ આ જવાબદારી અસ્થાયી રીતે આપવામાં આવી છે.
આરએસ સોઢી જૂન 2010થી અમૂલના એમડી પદ પર બિરાજમાન હતા અને છેલ્લા 13 વર્ષથી એમડી તરીકે કંપનીની બાગડોર સંભાળી રહ્યા હતા. સોઢીએ કંપનીમાં સીનિયર સેલ્સ મેનેજર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, સોઢીને એમડીના પદ પરથી ખસેડવાનો નિર્ણય ગુજરાત કૉ ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બૉર્ડ બેઠકમાં લેવામાં આવ્યો. સોઢીને વર્ષ 2017માં 5 વર્ષનો સેવા વિસ્તાર આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તો જે જયેન મેહતાને એમડી પદની અસ્થાયી જવાબદારી આપવામાં આવી છે, તે છેલ્લા 31 વર્ષોથી અમૂલ સાથે જોડાયેલા છે. જયેન મેહતાએ કંપનીના બ્રાન્ડ મેનેજર, ગ્રુપ પ્રૉડક્ટ મેનેજર અને જનરલ મેનેજર તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલ કંપનીમાં ચીફ ઑપરેટિંગ ઑફિસરના પદ પર બિરાજમાન છે.
આ પણ વાંચો : છ મહિનામાં બીજીવાર અમૂલ દૂધના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત
કંપનીની વાત કરીએ તો અમૂલ દેશના ડેરી ઉદ્યોગની દિગ્ગજ કંપની છે. નાણાંકીય વર્ષ 2021 22માં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 61 હજાર કરોડ રૂપિયા હતું. અમૂલ ફૂડ અને એફએમસીજી સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની છે. સાથે જ આખા વિશ્વમાં આઠમું સૌથી મોટું ડેરી સંગઠન છે. આ કૉ ઑપરેટિવ સંસ્થાન દરરોજ લગભગ 150 લાખ લીટરથી વધારે દૂધ વેચે છે. આમાં 40 લાખ લીટર દૂધની ખપત માત્ર દિલ્હી એનસીઆરમાં જ થઈ જતી હોય છે.