Ahmedabad School Bomb Threat: જેવી રીતે દિલ્હીની સ્કૂલોને કરવામાં આવ્યો હતો તે જ રીતે અહીં પણ કરવામાં આવ્યો છે. પોલીસતંત્ર સુરક્ષાના ભાગરૂપે દોડતું થઈ ગયું છે
પોલીસ માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ઘાટલોડિયા વિસ્તારની આનંદ નિકેતનને પણ મળી ધમકી
- મેઈલ રશિયન સર્વરમાંથી કરાયો હોવાનું અનુમાન છે
- કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે
હજી તો થોડાક જ દિવસ પહેલા દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે અમદાવાદમાંથી પણ આવા જ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે કે અહીંની કેટલીક સ્કૂલોને સુદ્ધાં બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી (Ahmedabad School Bomb Threat) આપવામાં આવી છે. આ સમચાર બાદ સ્કૂલ પ્રશાસન ચિંતામાં મુકાયું છે અને સાથે જ ગુજરાત પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કઈ શાળાઓમાં ધમકીના મેઇલ કરવામાં આવ્યા છે?
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર બોમ્બથી ઉડાડી દેવાના જે ઈમેઈલ સ્કૂલોને (Ahmedabad School Bomb Threat) મોકલવામાં આવ્યા છે તેમાં ઘાટલોડિયા વિસ્તારની આનંદ નિકેતન તેમ જ ચાંદખેડા વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય સાથેની બીજી સાત સ્કૂલનો સમાવેશ થાય છે. આ તમામ સ્કૂલોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ રીતે અન્ય અનેક શાળાઓની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ કરવામાં આવ્યો છે., જેવી રીતે દિલ્હીની સ્કૂલોને કરવામાં આવ્યો હતો તે જ રીતે અહીં પણ કરવામાં આવ્યો છે. જેમને ધમકી ભર્યા મેલ આવ્યા છે તે તમામ શાળાઓને ધમકી મળતા પોલીસતંત્ર સુરક્ષાના ભાગરૂપે દોડતું થઈ ગયું છે.
રશિયન સર્વરમાંથી આ ધમકીના મેઇલ મોકલવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે આજે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ કરવામાં આવ્યો છે તે રશિયન સર્વરમાંથી કરાયો હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે.
આવતીકાલે મતદાન છે, સુરક્ષા વધારાઈ
આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪નું મતદાન થવાનું છે. હવે અ રીતે એક દિવસ પહેલા આવા ધમકીના સમચાર (Ahmedabad School Bomb Threat) સામે આવતા પોલીસ તંત્રએ સુરક્ષા વધારી છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી પણ આવતીકાલે અમદાવાદની શાળામાં જઈને મતદાન કરવાના છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે તેમ જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મતદાનના દિવસે સ્કૂલોમાં મતદાન કરવામાં આવતું હોય છે. વળી, અમદાવાદની પણ અનેક સ્કૂલોમાં આવતીકાલ માટે વોટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે આ પ્રકરના સમાચાર ગભરાટ ફેલાવનારા છે.
કોઈ શંકાસ્પદ વસ્તુ હજી મળી નથી
જોકે, BDDS ટીમને હજુ સુધી શાળાના પરિસરમાં કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી. પોલીસ તંત્ર દ્વારા પણ આ તમામ શાળાઓમાં તપાસ ચાલી રહી છે. સ્કૂલોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ એ બાબતે તંત્ર સફાળું જાગી ગયું છે. અ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અમદાવાદની કેટલીક શાળાઓને મળેલી આ બોમ્બની ધમકી (Ahmedabad School Bomb Threat)ઓ દિલ્હીની શાળાઓને થોડા દિવસ પહેલા મળેલી બોમ્બની ધમકીના ઈમેઈલ જેવી સરખી જ હોવાની માહિતી સામને આવી છે.