Ahmedabad News: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે કંટાળીને તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મીડિયામાં રત વ્યક્તિ માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- પતિ અને સસરાએ ધમકી પણ આપી હતી
- સાસરિયાવાળાઓએ તેના વીડિયો બનાવવા સામે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યુ
- સાસરિયાઓએ પણ તેના પર હુમલો કર્યો હતો
અમદાવાદ શહેર (Ahmedabad News)માંથી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને લઈને થયેલી બબાલ હવે ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે કંટાળીને તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શું આરોપ લગાવ્યો આ મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએનસરે?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આ મહિલાએ એવો આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને સસરાએ તેની સાથે જ નહીં પરંતુ ધમકી પણ આપી હતી.
શા માટે સસરા અને પતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો?
આ મહિલાને તેના સસરા દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેની પાછળનું મુખ્ય કારણ એજ કે એ લોકો વહુના આ રીતે વિડિયો બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને લઈને નારાજ હતા. તેઓ તેની વફાદારી પર સવાલ ઉઠાવતા હતા.
ફરિયાદી મહિલાએ શું કહ્યું?
Ahmedabad News: મહિલા ફરિયાદી જણાવે છે કે લગ્નના એક મહિનામાં તેના સાસરિયાવાળાઓએ તેના વીડિયો બનાવવા સામે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. અને તેના સસરા અને સાસુએ તેના ચારિત્ર્ય પર વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું. વળી એટલું નહીં પણ તેના પતિના કાકા અને કાકીએ આગમાં જાણે ઘી હોમ્યું હોય એ રીતે વીડિયો બનાવવાને લઈને તેને ટોણા મારવાનું પણ શરૂ કરી નાખ્યું હતું.
આખરે કંટાળીને ફરિયાદી મહિલાએ તેના પતિને જઈને આ બધી ફરિયાદ (Ahmedabad News) કરી હતી. પણ હદ તો ત્યારે થઈ કે તેના પતિએ પણ તેને સાથ આપ્યો ન હતો અને ઘરના કામમાં મદદ ન કરવા બદલ તેને ઠપકો આપ્યો હતો.
ફરિયાદી મહિલા અલગ પણ થઈ ગઈ હતી
તમને જણાવી દઈએ કે આ મહિલા કંટાળીને ગાંધીનગરમાં તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન તેનો પતિ પાછા આવવા માટે પણ સમજાવતો હતો. પછી તેઓએ અન્ય રૂમ લઈને રહેવાનું શરૂ કર્યું હતું. પણ દંપતીના ઘરે સાસરિયા વાળા આવતા રહેતા હતા અને વીડિયો બનાવવા માટે તેને ટોણા મારતા હતા.
પછી પતિની સંમતિથી આ મહિલા ફેબ્રુઆરીમાં તેના માતાપિતાના ઘરે ગઈ હતી. પણ તેના સાસરિયાવાળાઓએ તેના પર હુમલો (Ahmedabad News) કર્યો અને તેના પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વહુ શહેરની સીમમાં આવેલા સાસરિયાના ઘરેથી પોતાનો કેટલોક સામાન લેવા ગઈ હતી. ત્યારે તેના પતિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને ત્યાંથી જવાનું કહ્યું. તેના પતિના કાકા, કાકી અને બહેન સહિત તેના સાસરિયાઓએ પણ તેના પર હુમલો કર્યો. વળી છૂટાછેડા લેવા ફરમાન કર્યું.
હુમલા (Ahmedabad News)ને કારણે આ મહિલા હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે તે અડાલજ પોલીસ સ્ટેશન ગઈ હતી અને તેના પતિ અને તેના પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.