નીતિનિયમો પ્રમાણે તેઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં હતાં અને એનો પિરિયડ પૂરો થતાં કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓને નિહાળવા માટે ખુલ્લાં રાખવામાં આવશે.
અમદાવાદ ઝૂને ૩ શિયાળ,૧૦ શાહુડી, બે ઇમુ અને ૬ સ્પૂનબિલના બદલામાં મળ્યા બે બેન્ગૉલ ટાઇગર
અમદાવાદ અને ઔરંગાબાદ ઝૂ વચ્ચે પ્રાણી-પક્ષીઓનો વિનિમય કરવામાં આવ્યો છે; જેમાં અમદાવાદ ઝૂમાંથી ૩ ભારતીય શિયાળ, ૧૦ ભારતીય શાહુડી, ૨ ઇમુ અને ૬ સ્પૂનબિલ ઔરંગાબાદ ઝૂને આપવામાં આવ્યાં હતાં, જ્યારે ઔરંગાબાદ ઝૂમાંથી ૬ કાળિયાર અને બે રૉયલ બેન્ગૉલ ટાઇગર (માદા-બચ્ચા) અમદાવાદ ઝૂને આપવામાં આવ્યાં છે. આ રૉયલ બેન્ગૉલ ટાઇગર પૈકી એકનું નામ રંજના અને બીજાનું નામ પ્રતિભા છે, જેમની ઉંમર બે વર્ષ બે મહિના છે. નીતિનિયમો પ્રમાણે તેઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં હતાં અને એનો પિરિયડ પૂરો થતાં કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓને નિહાળવા માટે ખુલ્લાં રાખવામાં આવશે. નવા મહેમાન આવતાં હવે કાંકરિયા ઝૂમાં હાલમાં ૩ સિંહ–સિંહણ, ૧ સફેદ વાઘ તથા ૩ રૉયલ બેન્ગૉલ ટાઇગર (વાઘ-વાઘણ), ૪ દીપડા, ૧ હાથી, ૧૬ શિયાળ, બે હિપોપૉટેમસ છે. કાંકરિયા ઝૂમાં કુલ ૨૦૦૬ વન્ય પ્રાણી–પક્ષીઓ છે.