ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ક્રિકેટ-સટ્ટા બૅટિંગનું રૅકેટ ઝડપ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ક્રિકેટ-સટ્ટા બૅટિંગનું રૅકેટ ઝડપ્યું છે. સટ્ટાના એક કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને ૧૧ બોગસ અકાઉન્ટમાંથી ૧૪૧૪ કરોડ રૂપિયાનાં ટ્રાન્જેક્શન મળી આવ્યાં હતાં, જેની તપાસ કરતાં ક્રિકેટના મોટા સટ્ટાનો પર્દાફાશ થયો હતો. આ સટ્ટા-બૅટિંગના મુખ્ય આરોપી રાજકોટના રાકેશ રાજદેવ સહિત અમદાવાદ અને ઉંઝાના પાંચ જણ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. દુબઈથી સટ્ટો ચલાવતા હોવાની વિગતો બહાર આવતાં પૈસા કેવી રીતે દુબઈ જાય છે એ માટે ક્રાઇમ બ્રાન્ચ ફૉરેન્સિક ઑડિટ કરાવશે. આ લોકો નવાં અકાઉન્ટ ખોલીને એનો યુઝ કર્યા બાદ એ બંધ કરીને બીજાં અકાઉન્ટ ખોલતા હતા.