સાબરકાંઠામાં નદીની વચ્ચોવચ ડૂબી રહેલી કારની છત પર ત્રણ કલાક સુધી ફસાયેલા અમદાવાદના કપલને આખરે સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આમ તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ ગભરાઈ જાય; પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સુરેશ મિસ્ત્રીએ મોબાઇલમાંથી ફાયર-બ્રિગેડ, પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના નંબર શોધ્યા અને બધાને ઇન્ફૉર્મ કર્યા કે પોતે નદીમાં ફસાઈ ગયા છે : જ્યાં સુધી તેમને બચાવવામાં ન આવ્યા ત્યાં સુધી સતત ફોન પર બધા સાથે કો-આૅર્ડિનેટ કરતા રહ્યા