Ahmedabad: જે વ્યક્તિઓએ આ રીતે ભોજનમાં ઇયળ શોધી કાઢી હતી તેઓએ જીવતી ઇયળનો વિડિઓ શૂટ કરીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવ્યો હતો.
પિત્ઝાની પ્રતીકાત્મક તસવીર
Ahmedabad: ગુજરાતના મુખ્ય શહેર વિસ્તારમાં હવે તો અનેક રેસ્ટોરેન્ટ અને હૉટલ શરૂ થઈ છે. બીજી બાજુ અનેક ગ્રામીણ વિસ્તારમાં પણ આવી દુકાનો છે. અનેક લોકો આવી હોટલોમાં ખાવા માટે જતાં હોય છે. અનેકવાર તો આવી હોટલોમાં ખાવાની વસ્તુઓમાં વંદા જેવા જંતુઓ જોવા મળતા હોય છે. એટલું જ નહીં કેટલીક તો જાણીતી રેસ્ટોરન્ટો અને ફૂડ ચેઇનમાંથી ભોજનમાં જંતુઓ મળી આવતાં (Caterpillar Found in Food) હોય છે.
હવે તાજેતરમાં જ આજે અમદાવાદ (Ahmedabad)ની જાણીતી રેસ્ટોરન્ટ બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ મળી આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ અમદાવાદની બીજી એક જાણીતી રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટના બર્ગરમાંથી પણ ઇયળ નીકળી હતી. તેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર શહેર (Ahmedabad)ના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ મળતા જ લોકોમાં રોષ ફેલાયો છે. બ્રિટિશ પિઝાના વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ અનલિમીટેડ પિઝા જમવા પહેલા ત્યાં મૂકવામાં આવેલ સલાડ ખાવાનું શરૂ કરે છે. ત્યારે તે એક પ્લેટમાં સલાડ લે છે. પરંતુ તે વ્યક્તિને તેમાં સફેદ રંગની નાની ઇયળ ફરતી (Caterpillar Found in Food) દેખાય છે.
જે વ્યક્તિઓએ આ રીતે ભોજનમાં ઇયળ શોધી કાઢી હતી (Caterpillar Found in Food) તેઓએ જીવતી ઇયળનો વિડિઓ શૂટ કરીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવ્યો હતો. આ ઘટનાનો પર્દાફાશ થતાં જ તાત્કાલીક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવાને નવા રાણીપમાં મનકી સર્કલ પાસે આર્યમન બિલ્ડિંગમાં આવેલા રિયલ પેપ્રિકા એક્સપ્રેસ આઉટલેટની મુલાકાત લીધી હતી. આ યુવાને એક બર્ગર અને પિઝાનો ઓર્ડર આપ્યો અને જ્યાં તેણે બર્ગરનો એક ટુકડો ખાધો કે તેમાં ફરતી ઈયળ જોવા મળી હતી. રેસ્ટોરન્ટમાં તેણે બર્ગર પડતું મૂકીને તરત જ મેનેજરને આ સમસ્યા વિશે જાણ કરી હતી.
સંબંધિત વ્યક્તિએ બર્ગરમાં જીવંત ઈયળની હાજરી અંગે અમદાવાદ (Ahmedabad)ની મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. શહેરમાં જંતુના ઉપદ્રવના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ખાસ કરીને બ્રાન્ડેડ પિઝા સેન્ટરો અને હોટેલ રેસ્ટોરન્ટ્સમાં છેલ્લા બે મહિનામાં લગભગ ચારથી પાંચ આ રીતે ખાવાની વસ્તુમાં જંતુઓ નોંધાયા છે. આવી સમસ્યાઓને કારણે લોકોમાં ભારે હતાશા અને રોષ ફેલાયેલો પણ જોવા મળે છે.
આવી ઘટનાઓના વધતાં પ્રમાણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે રેસ્ટોરાં અને બ્રાન્ડેડ પિઝા કેન્દ્રોની સંપૂર્ણ તપાસની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. દંડ લાદવા અને સંસ્થાઓને સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવાની પણ લોકો માંગ કરી રહ્યા છે. જો કે, AMCની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે માત્ર 10,000થી 15,000 સુધીનો દંડ ફટકાર્યો છે.