અમદાવાદ:ઘટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં ફી મુદ્દે ફરી વિવાદ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલની ફીને લઇને વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે શનિવારે શહેરની કેલોરેક્સ સ્કુલમાં ફીના કારણે વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાનો વિવાદ સામે આવ્યા બાદ વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે સ્કુલે ફીની માહિતી ખોટી આપી હતી.
શું બની ઘટના...
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં આવેલી કેલોરેક્સ સ્કુલે ગઇકાલે એટલે કે શનિવારે બાકી ફી મુદ્રે વિદ્યાર્થીઓના પરિણામો રોકી દેવાયા હતા. જેને પગલે વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓના કહેવા પ્રમાણે ફી રેગ્યુલેશન કમિટી 2016-17 ફીને લઇને સ્કુલે ખોટી માહિતી આપી હતી. FRC એ નોટીસ આપવા છતાં સ્કુલે ફી ના નિયમો નેવે મુકી દીધા હતા. શનિવારે કેલોરેક્સ સ્કુલમાં પ્રી-પ્રાઇમરી વર્ગના વિદ્યાર્થીઓના પરીણામો આપવાના હતા. દરમ્યાન સ્કુલ તરફથી કહેવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની ફી બાકી છે તેમને પરીણામો આપવામાં નહી આવે.
આ પણ વાંચોઃ અમદાવાદ : ઇમરજન્સીમાં આવતા ફાયરસ્ટેશનના કર્મીઓ હવે 3 શિફ્ટમાં કામ કરશે
FRC ના નિયમ પ્રમાણે જ ફી લીધી છે : સ્કૂલ
કેલોરેક્સ સ્કુલે વિવાદ બાદ નિવેદન આપ્યું હતું. સ્કુલે તેના ઇ-મેલથી સ્પષ્ટતા કરી છે કે, એફઆરસીએ નક્કી કર્યા પ્રમાણે જ ફી ઉઘરાવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ફી ન ભરી હોય તેવા વાલીઓ મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. વાલીઓ એફઆરસીની ફી સ્વીકારતા નથી. પણ 15, 25 અને 27 હજાર પ્રમાણેની જ ફી ભરવા માંગે છે.