આદિવાસી સંસ્કૃતિ આજે પણ જ્યાં અકબંધ છે એવા ડાંગમાં ઠાઠમાઠથી ઊજવાયો ડાંગ દરબાર મેળો : ડાંગની ભાતિગળ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા હજારો લોકો ઊમટ્યા
ડાંગ દરબારના મેળામાં રસ્તા પર ભાતીગળ નૃત્ય કરી રહેલા યંગસ્ટર્સ
ડાંગમાં ઠાઠમાઠથી ડાંગ દરબાર મેળો યોજાયો હતો, જેમાં પાવરીના સૂરમાં જાણે કે આખું ડાંગ હિલોળે ચઢ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને આદિવાસી યંગસ્ટર્સ મન મૂકીને મેળામાં મહાલ્યા હતા. ગયા વર્ષે કોરોનાના કારણે ડાંગ દરબાર મેળો બંધ રહ્યો હતો, પરંતુ આ વર્ષે મેળો યોજાતા ડાંગની ભાતિગળ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા લાખો લોકો આહવામાં ઊમટ્યા હતા. અહીં રોજેરોજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય, માદળ નૃત્ય, ચકરી નૃત્ય, રાસ-ગરબા, ડાયરો તેમ જ હુપહોપ બૂમ ફાયર ડાન્સ સહિતના કાર્યક્રમોથી કલાકારોએ કલાચાહકોનું મન મોહી લીધું હતું.