રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર થયા બાદ ઘટના સ્થળે જ ચાર વ્યક્તિના મોગ થઈ ગયા હતા.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં સતત અકસ્માતો વધતાં જાય છે. હવે ફરી રાજકોટ-અમદાવાદ હાઇવે (Ahmedabad-Rajkot highway) પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને બે કાર વચ્ચે ટક્કર થઈ હતી.
આજે વહેલી સવારે માલીયાસણ ગામ નજીક ટ્રક એને બે કાર વચ્ચે અકસ્માત (Ahmedabad-Rajkot highway) થયો હતો. આ અકસ્માતમાં બે કાર અને ડમ્ફર વચ્ચે ભારે ટક્કર થઈ હતી. આ ટક્કર થયા બાદ ઘટના સ્થળે જ ચાર વ્યક્તિના મોત થઈ ગયા હતા.
ADVERTISEMENT
એટલું જ નહીં ચાર મૃતકો ઉપરાંત બે જેટલા લોકો કારમાં ફસાઈ ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતને થયા બાદ હાઇવે પર મોટાં પ્રમાણમાં ટ્રાફિકજામના સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટના રાજકોટ (Ahmedabad-Rajkot highway)ના માલીયાસણ પાસે બની હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. આ સાથે જ બંને કારના શેડ તૂટી ગયા હતા અને તેમાંથી મૃતદેહો બહાર ફેંકાયા હતા. આ પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે. હાલ આ ગંભીર અકસ્માતને થવાથી મોટા પ્રમાણમાં ટ્રાફિક જેમ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ નજીક માલીયાસણ ગામ આવેલું છે. આ ગામની નજીક આવેલા અમદાવાદ રાજકોટ હાઇવે (Ahmedabad-Rajkot highway) પર બે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર રેતી ભરેલા ડમ્પર બે કાર સાથે ગંભીર રીતે અથડાયા હતા.
આ અકસ્માત સર્જતા ઘટના સ્થળે 4 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. એવા પણ સમાચાર છે કે એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચી છે. એવા પણ સમાચાર છે કે આ મૃતયાંક વધી શકે છે. અકસ્માતના કારણે અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. જેને કારણે એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટન સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવું કરાવવાની કામગીરી પણ હાથ ધરી લીધી હતી.
આવી જ અકસ્માત (Ahmedabad-Rajkot highway)ની ઘટના ગઈ કાલે પણ સામે આવી હતી. ગઇકાલે પાટણમાં પણ અકસ્માત સર્જાયો હતા. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. અહેવાલ અનુસાર પાટણના સાંતલપુર નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મોત નિપજ્યાં હતા. અને આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.