ઇડર-હિંમતનગર હાઇવે પરના ઍક્સિડન્ટમાં કોઈએ મમ્મીગુમાવી, કોઈએ દીકરો ગુમાવ્યો, કોઈએ દીકરી ગુમાવી, કોઈએ પત્ની ગુમાવી, કોઈએ પતિ ગુમાવ્યો
હૉન્ડા કાર
મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાં રહેતો જરીવાલા પરિવાર ઇડર પાસેના તેમના વતન નેત્રામલી ગામમાં ગયો હતો અને ત્યાર બાદ હિંમતનગર કોઈ સંબંધીને ત્યાંથી પાર્ટી કરીને ગુરુવારે રાતે પાછો આવી રહ્યો હતો ત્યારે તેમની હૉન્ડા કાર સાથે પથ્થર ભરેલું હેવી ડમ્પર અથડાતાં પરિવારના ચાર સભ્યોનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે ચાર જણને હિંમતનગરની હોપ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.