છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થાય તેવી શક્યતા
છબીલ પટેલ
જયંતી ભાનુશાહી હત્યા કેસમાં છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઈ શકે છે. ભાગેડુ જાહેર થયેલા છબીલ પટેલ વિરુદ્ધ તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી શકે છે.
જયંતી ભાનુશાળીની હત્યા પહેલાથી છબીલ પટેલ દેશની બહાર છે. અને તપાસ દરમિયાન હત્યા કેસમાં છબીલ પટેલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કઅરજી ભચાઉ કોર્ટમાં કરી હતી. રેલવે પોલીસની અરજી પર કોર્ટે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ છબીલ પટેલની ધરપકડ માટે વોરંટ ઈસ્યુ કરવા પણ કાર્યવાહી ચાલી રહી છે. વોરન્ટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની સંપત્તિઓ ટાંચમાં લેવાશે.
આ પણ વાંચોઃ પોલીસ પકડથી બહાર છબીલ પટેલ સોશિયલ મીડિયા પર છે સક્રિય!
ઉલ્લેખનીય છે કે લગભગ દોડ મહિના પહેલા સયાજીનગરી એક્સપ્રેસમાં જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં SIT, ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ત્યાર બાદ 23 જાન્યુઆરીએ આ હત્યા પાછળ મનિષા ગોસ્વામી અને છબીલ પટેલનો હાથ હોવાનો ખુલાસો થયો હતો.