Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની બૅટિંગ, બે કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની બૅટિંગ, બે કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

Published : 12 September, 2019 07:48 AM | IST | જામનગર

જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની બૅટિંગ, બે કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

ભારે વરસાદ

ભારે વરસાદ


સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે જામનગરના જામખંભાળિયામાં છેલ્લા બે કલાકમાં સાડાછ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ૮થી ૧૩ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આજે ફરી જામખંભાળિયામાં સાડાછ ઇંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ રાજકોટ, અમરેલી અને ઉનામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો, જ્યારે જૂનાગઢમાં આજે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.


રાજકોટમાં કાળાં ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે, જ્યારે દીવ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ અમરેલીના વડિયાના બરવાળા બાવળ ગામમાં આવેલા એક પુલ પરથી પસાર થતી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે સ્થાનિક લોકોએ આ દુર્ઘટના જોતાં કાર અને એમાં બેઠેલા લોકોને બચાવવા આવી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘણી જહેમત બાદ કારમાં બેઠેલા ચાર જણનો આબાદ બચાવ કરી લીધો છે.



અમરેલી અને રાજુલા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. વરસાદને પગલે ઘાતરવડી ડૅમ નંબર ૧ ઓવરફ્લો થયો છે. રાજુલાના છતડિયા રોડ પર સૂર્યા બંગલોઝ, મનમંદિર રેસિડન્ટ, બજરંગ રેસિડન્ટ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી નહીં થતાં પાણી ભરાયું છે. તો બગસરાનાં કાગદડી, સમઢિયાળા, હામાપુર ગામ સહિતના તાલુકામાં વરસાદ વરસતાં સ્થાનિક નદીનાળાં છલકાઈ ગયાં છે. આ સાથે જ ખારી નદીમાં પૂર આવતાં લોકો પૂર જોવા ઊમટી પડ્યા છે.


આ પણ વાંચો : ભરૂચમાં 6 વર્ષ બાદ પૂરનાં પાણી શહેરમાં પ્રવેશ્યાં, તંત્ર સાબદું બન્યું

સુત્રાપાડા-વિસાવદરમાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ


ગુજરાતભરમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગીર સોમનાથના સુત્રાપાડામાં ૨૦૦ મિમી અને જૂનાગઢના વિસાવદરમાં ૧૯૫ મિમી એટલે કે ૮ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ મુજબ ૧૧ સપ્ટેમ્બરે સવારે ૬ વાગ્યા સુધીમાં વેરાવળમાં ૧૦૫ મિમી, કોડીનારમાં ૧૦૦ મિમી અને જલાલપોરમાં ૯૮ મિમી આમ ત્રણેય તાલુકામાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે ૬થી ૧૨ વાગ્યા સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તાલાલા, વડિયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

amreli-car

કાર પાણીમાં તણાઈ, અંદર બેઠેલા ચાર વ્યક્તિનો આબાદ બચાવ

અમરેલીના વડિયાના બરવાળા બાવળ ગામમાં આવેલા એક પુલ પરથી પસાર થતી કાર પાણીમાં તણાઈ ગઈ છે. જોકે સ્થાનિક લોકોએ આ દુર્ઘટના જોતાં કાર અને એમાં બેઠેલા લોકોને બચાવવા આવી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘણી જહેમત બાદ આ કારમાં બેઠેલા ચાર જણનો આબાદ બચાવ કરી લીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 07:48 AM IST | જામનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK