શિક્ષણ અને કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટની માગી માફી
અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારવામાં આવી હતી. આ બાબતે પિટિશન મામલે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં હાજર રહ્યા હતા. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગેરરીતિ કરવામાં આવી હોવાની અરજી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરી છે. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો. આ અંગે આજે હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી છે.
શિક્ષણપ્રધાનએ પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો થઈ હોવાનું કહી માફી માગી છે. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી મંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન હાઈકોર્ટના વકીલે ભૂપેન્દ્ર સિંહને પ્રશ્નો પૂછ્યા હતા.
હું તમને ઈંગ્લિશમાં સવાલ કરું કે, ગુજરાતીમાં ? હાઈકોર્ટમાં હાજર રહેલા ભૂપેન્દ્રસિંહને અરજદાર અશ્વિન રાઠોડના વકીલે સવાલ કર્યો હતો કે, હું તમને ઈંગ્લિશમાં સવાલ કરું કે, ગુજરાતીમાં? જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્ંયુ હતું કે, 'હું ગુજરાતીમાં જવાબ આપીશ.' વકીલે પૂછ્યું કે, હાલ કયા ખાતા સાંભળો છો,જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, હું હાલ શિક્ષણ, કાયદો અને સંસદીય બાબતો સંભાળુ છું.
આ પણ વાંચો: બિહાર પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિ સામે નોંધ્યો કેસ, ઉડી રહી છે મજાક
વકીલઃ કોર્ટમાં એફિડેવિટ કોણે કરી હતી..? ભૂપેન્દ્રસિંહઃ મારા પર્સનલ આસિસ્ટન્ટે એફિડેવિટ કરી હતી. મારા આસિસ્ટન્ટ અને વકીલે મને મૌખિક રીતે સમજાવ્યું હતું. એફિડેવિટ સમજ્યા બાદ મેં સહી કરી છે.
વકીલઃ સુપ્રીમ કોર્ટમાં તમે પિટિશન કરી છે? ભૂપેન્દ્રસિંહઃ હા અરજી મેં કરી છે. મે જ સુપ્રીમમાં પિટિશન કરી હતી. જેને લઈને હું શરમ અનુભવું છું અને જે તે સમયે શરત ચૂક થયા બાદ હું નામદાર કોર્ટમાં માફી માગું છું.