Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં દિવાળીમાં હરવા-ફરવાનાં સ્થળ કરતાં દેવસ્થાનો બની રહ્યાં હૉટ-સ્પૉટ

ગુજરાતમાં દિવાળીમાં હરવા-ફરવાનાં સ્થળ કરતાં દેવસ્થાનો બની રહ્યાં હૉટ-સ્પૉટ

Published : 26 November, 2024 10:24 AM | Modified : 26 November, 2024 11:04 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશ-વિદેશના ૬૧ લાખથી વધુ પ્રવાસીઓથી ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસનસ્થળો ધમધમી ઊઠ્યાં: દ્વારકા, અંબાજી, પાવાગઢ, સોમનાથ ટૉપ ડેસ્ટિનેશન તો સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કાંકરિયા, ગીર જંગલ પણ બન્યાં સહેલાણીઓનાં પસંદગીનાં સ્થળ

ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર (ડાબે ઉપર), પાવાગઢ મંદિરમાં દર્શન કરી રહેલા શ્રદ્ધાળુઓ (જમણે ઉપર), સોમનાથ મંદિરનો રાત્રિ-નઝારો (ડાબે નીચે), ગીરના જંગલમાં સિંહ જોવા જતા સહેલાણીઓ (જમણે નીચે).

ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર (ડાબે ઉપર), પાવાગઢ મંદિરમાં દર્શન કરી રહેલા શ્રદ્ધાળુઓ (જમણે ઉપર), સોમનાથ મંદિરનો રાત્રિ-નઝારો (ડાબે નીચે), ગીરના જંગલમાં સિંહ જોવા જતા સહેલાણીઓ (જમણે નીચે).


દિવાળીના દિવસોમાં ગુજરાતમાં હરવા-ફરવાનાં સ્થળો કરતાં દેવસ્થાનો હૉટ-સ્પૉટ બની ગયાં હતાં. દ્વારકા, અંબાજી, પાવાગઢ, સોમનાથ જેવાં યાત્રાધામો પ્રવાસીઓ માટે ટૉપ ડેસ્ટિનેશન બન્યાં હતાં તો સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કાંકરિયા, ગીર જંગલ સહિતનાં સ્થળો સહેલાણીઓમાં પસંદગીનાં સ્થળ બની રહ્યાં હતાં. દિવાળીના વેકેશન દરમ્યાન ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના ૬૧ લાખથી વધુ પ્રવાસીઓથી ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસનસ્થળો ધમધમી ઊઠ્યાં હતાં.


દિવાળીની રજા દરમ્યાન ૨૬ ઑક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીના ૨૦ દિવસના સમયગાળામાં ગુજરાતનાં વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની મુલાકાત ૬૧,૭૦,૭૧૬ સહેલાણીઓએ લીધી હતી. દિવાળીના વેકેશનમાં મોટા ભાગે એવું બનતું આવ્યું છે કે હરવા-ફરવાનાં સ્થળોને લોકો મહત્ત્વ આપીને ત્યાં જાય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં કંઈક જુદું જ બન્યું છે અને લોકોની પ્રથમ પસંદગી દેવસ્થાનો બની રહ્યાં છે. યાત્રાધામોમાં જઈને લોકોએ શ્રદ્ધાપૂર્વક શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી.



જ્યાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે એ પૌરાણિક નગરી દ્વારકાની સૌથી વધુ ૧૩,૪૩,૩૯૦ લોકોએ મુલાકાત લઈ દર્શન કર્યાં હતાં.


ઉત્તર ગુજરાતમાં જ્યાં આદ્યશક્તિનું હૃદય ધબકી રહ્યું છે એ શક્તિપીઠ અંબાજીમાં ૧૨,૦૮,૨૭૩ માઈભક્તોએ શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી.

મધ્ય ગુજરાતમાં જ્યાં માતાજીએ પરચા પૂર્યા છે એ ઐતિહાસિક પાવાગઢના ડુંગર પર મહાકાળી માતાજી બિરાજમાન છે ત્યાં જઈ ૮,૯૨,૧૨૬ યાત્રાળુઓએ દર્શન લીધાં હતાં.


સંતો અને શૂરાઓની ઐતિહાસિક ભૂમિ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરમાં ૮,૬૬,૭૨૦ ધાર્મિકજનોએ દર્શન કર્યાં હતાં.

ગરવા ગઢ ગિરનાર પર આવેલાં દેવસ્થાનોમાં જઈને ૧,૦૫,૦૯૨ ધાર્મિકજનોએ દર્શન કર્યાં હતાં.

મોઢેરા સૂર્યમંદિરની ૪૫,૩૭૫ લોકોએ મુલાકાત લીધી હતી.

અમદાવાદના કાંકરિયા તળાવની પાળે ૫,૯૫,૧૭૮ સહેલાણીઓએ મોજ માણી હતી.

મધ્ય ગુજરાતમાં આવેલી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલલભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં જઈને ૪,૯૦,૧૫૧ સહેલાણીઓએ સરદારસાહેબને નમન કરી નર્મદા ડૅમ સહિતના પરરિસરનો નઝારો માણ્યો હતો.

અમદાવાદના સાબરમતી નદી પર ગ્લાસમાંથી બનેલા અટલ બ્રિજ પર ૧,૭૭,૦૬૦ પર્યટકોએ લટાર મારી હતી.

સૌરાષ્ટ્રના જે જંગલમાં દુનિયાભરના સહેલાણીઓને એક વખત મુલાકાત લેવાની ઇચ્છા હોય એ ગીરના જંગલમાં અને દેવળિયામાં ૧,૧૩,૬૮૧ મુલાકાતીઓએ ગીરના સિંહોને જોવાનો રોમાંચ માણ્યો હતો.

અમદાવાદની સાયન્સ સિટીમાં ૧,૦૨,૪૩૮ મુલાકાતીઓએ જ્ઞાન સાથે ગમ્મત માણવાની સાથોસાથ વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના અત્યાધુનિક પ્રવાહથી અપડેટ થયા હતા.

ઉત્તર ગુજરાતમાં આવેલી ઐતિહાસિક નગરી વડનગરમાં તાનારીરી સહિતનાં સ્મારકો જોઈને ૭૪,૧૮૯ સહેલાણીઓ અભિભૂત થયા હતા.

બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન બૉર્ડર પર આવેલા નડાબેટ જઈને ૬૪,૭૪૫ સહેલાણીઓએ સરહદને નજરોનજર જોવાની ઉત્સુકતા અનુભવી હતી.

કચ્છના ભુજિયા ડુંગર પર બનાવેલા સ્મૃતિવન સ્મારકની ૪૫,૫૨૭ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી.

ગાંધીજીના દાંડી સ્મારકની ૩૦,૪૭૯ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 11:04 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK